Monday, April 06 2026 | 10:05:33 AM
Breaking News

એમસીએક્સને સેબી તરફથી ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની મળી મંજૂરી

Connect us on:

ભારતના ઊર્જા બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન

મુંબઈઃ ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની મંજૂરી મળી છે, જે ભારતના ઊર્જા વેપાર ક્ષેત્રની ઉત્ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે.

આ વિકાસ ગતિશીલ અને ટકાઉ વીજ બજારને સક્ષમ બનાવવા માટે નિયમનકારો – સેબી અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી) ની મજબૂત પ્રતિબદ્ધતા અને સમર્થનને રેખાંકિત કરે છે.

એમસીએક્સ દ્વારા શરૂ કરવામાં આવનાર ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ જનરેટર્સ, વિતરણ કંપનીઓ અને મોટા ગ્રાહકોને વીજળી બજારમાં કાર્યક્ષમતા વધારીને ભાવમાં થતી અસ્થિરતા સામે રક્ષણ આપવા અને ભાવ જોખમોનું વધુ અસરકારક રીતે સંચાલન કરવા સક્ષમ બનાવશે.

આ સીમાચિહ્નરૂપ પગલું એમસીએક્સ ને કોમોડિટી ટ્રેડિંગમાં નવીનતાના પથપ્રદર્શક તરીકે સ્થાન આપે છે, સાથે જ ટકાઉ ઊર્જા અને મૂડી બજાર વિકાસની દિશામાં ભારતની મહત્વાકાંક્ષાને મજબૂત બનાવે છે. તે ભારતના ઊર્જા બજારોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ દર્શાવે છે અને ‘વિકસિત ભારત’ ના વ્યાપક દૃષ્ટિકોણ સાથે સુસંગત છે.

આ વિકાસ પર બોલતા, એમસીએક્સના એમડી અને સીઇઓ મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝની શરૂઆત ભારતના કોમોડિટી ઇકોસિસ્ટમમાં આ એક મહત્વપૂર્ણ વિકાસ દર્શાવે છે. આ કોન્ટ્રાક્ટ્સ સહભાગીઓને વીજળીના ભાવ જોખમોનું સંચાલન કરવા માટે એક વિશ્વસનીય, પારદર્શક અને નિયંત્રિત પ્લેટફોર્મ પ્રદાન કરશે, જે નવીનીકરણીય ઊર્જા અને બજાર-આધારિત સુધારાઓને કારણે વધુ ગતિશીલ બની રહ્યા છે. નવીનીકરણીય ઊર્જા અને ઓપન એક્સેસ પાવર માર્કેટ્સ પર ભારતના વધતા ધ્યાન સાથે, ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ ભૌતિક અને નાણાકીય ક્ષેત્રો વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરશે.”

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.1418, ચાંદીના વાયદામાં રૂ.3567 અને ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.200ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.27350.41 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66293.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18399.44 કરોડનાં …