Thursday, January 08 2026 | 06:20:49 PM
Breaking News

ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન

Connect us on:

રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું.

મારી યાત્રાનો દ્વિપક્ષીય ભાગ મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારી માટે 2047 હોરાઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. અમે ફ્રાંસમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા માટે ઐતિહાસિક ફ્રેન્ચ શહેર માર્સિલેની પણ મુલાકાત લઈશું અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લઈશું. જેમાં ભારત ફ્રાંસ સહિત ભાગીદાર દેશોના કન્સોર્ટિયમનો સભ્ય છે. જેથી વૈશ્વિક હિત માટે ઊર્જાનો ઉપયોગ કરી શકાય. હું પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યૂઝ યુદ્ધ કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ પણ આપીશ.

ફ્રાંસથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે જઈશ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું. જો કે જાન્યુઆરીમાં તેમની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથગ્રહણ પછી આ અમારી પહેલી મુલાકાત હશે. તેમ છતાં તેમના પ્રથમ કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે સાથે કામ કરવાની ઘણી જ સારી યાદો છે.

આ મુલાકાત તેમના પ્રથમ કાર્યકાળમાં આપણા સહયોગની સફળતાઓને આગળ ધપાવવા અને ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઉર્જા અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રો સહિત આપણી ભાગીદારીને વધુ ઉન્નત અને ગાઢ બનાવવા માટે એક એજન્ડા વિકસાવવાની તક હશે. આપણે આપણા બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરીશું અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપીશું.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …