Friday, January 09 2026 | 11:23:08 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.3853 અને ચાંદીના વાયદામાં રૂ.2179નો ઝડપી કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.173724.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.32741.17 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.140979.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21393 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1953.1 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27071.82 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95500 અને નીચામાં રૂ.92389ના સ્તરને સ્પર્શી, રૂ.96518ના આગલા બંધ સામે રૂ.3853 ઘટી રૂ.92665ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.2832 ઘટી રૂ.74825ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.331 ઘટી રૂ.9393 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.3790 ઘટી રૂ.92700ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95841ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95841 અને નીચામાં રૂ.92750ના મથાળે અથડાઈ, રૂ.96589ના આગલા બંધ સામે રૂ.3631 ઘટી રૂ.92958 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.96210ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96650 અને નીચામાં રૂ.93867ના મથાળે અથડાઈ, રૂ.96729ના આગલા બંધ સામે રૂ.2179 ઘટી રૂ.94550 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.2142 ઘટી રૂ.94575ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.2153 ઘટી રૂ.94578ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2277.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.3.1 વધી રૂ.854.7ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.3.35 વધી રૂ.254.35 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.4.7 વધી રૂ.238.25ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 5 પૈસા ઘટી રૂ.178.25ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 3098.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5209ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5387 અને નીચામાં રૂ.5195ના સ્તરને સ્પર્શી, રૂ.5212ના આગલા બંધ સામે રૂ.165 વધી રૂ.5377ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.166 વધી રૂ.5378 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ 80 પૈસા ઘટી રૂ.321.6 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો 60 પૈસા ઘટી રૂ.321.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.916.5ના ભાવે ખૂલી, 40 પૈસા ઘટી રૂ.915 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.200 વધી રૂ.54200 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 20965.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6106.33 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1505.98 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 348.16 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 21.38 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 401.91 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1390.28 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1707.75 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.56 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.19 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18157 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38236 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13733 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 170846 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12301 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19063 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33967 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 131343 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19613 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20997 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21950 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21950 પોઇન્ટના સ્તર અને નીચામાં 21350 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 701 પોઇન્ટ ઘટી 21393 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.69.7 વધી રૂ.132 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.16.1 થયો હતો.

સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1425 ઘટી રૂ.486.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.577.5 ઘટી રૂ.1420 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા વધી રૂ.15.95ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.37 વધી રૂ.6.37 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.92.4 ઘટી રૂ.58.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા વધી રૂ.15.95ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.458.5 વધી રૂ.631.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1079 વધી રૂ.3350ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.87 ઘટી રૂ.11.3ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.11 ઘટી રૂ.2ના ભાવે બોલાયો હતો.

            

                            

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.1,184 અને ચાંદીના વાયદામાં રૂ.11,626નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની વૃદ્ધિ

કોમોડિટી વાયદાઓમાં રૂ.48960 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.149523 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 37268 કરોડનાં …