સાર્વત્રિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વના શક્તિશાળી પુરાવા તરીકે, 21 જૂન 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (યોગ સંગમ) કાર્યક્રમે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશભરમાંથી 50000થી વધુ સંસ્થાઓએ 21 જૂન 2025ના રોજ સવારે 6.30થી 7.45 વાગ્યા સુધી યોગ સંગમનું આયોજન કરવા માટે નોંધણી કરાવી છે, જે સામૂહિક ભાગીદારી માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
ત્યારે આ કાર્યક્રમમાં પોતાની સક્રિય ભાગીદારી નોધાવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય, ગુજરાત અંતર્ગત આવતા તમામ વિભાગો જેમ કે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, કેન્દ્રીય સંચાર બ્યૂરો, દૂરદર્શન (ડીડી-ગિરનાર), ઓલ ઇન્ડિયા રેડિયો અને પ્રકાશન વિભાગનાં સંયુક્ત ઉપક્રમે આજે દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ખાતે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં યોગ ગુરુ જ્યોતિ ઓઝાએ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ ઉપસ્થિત લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. તેમણે નિયમિત યોગ કરવાથી શરીર અને મનને થતા ફાયદા પણ સમજાવ્યા હતા. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં તમામ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

