Monday, January 05 2026 | 09:03:47 AM
Breaking News

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર લાંબો પુલ બાંધવામાં આવ્યો

Connect us on:

ગુજરાતના ખેડા જિલ્લામાં નડિયાદ નજીકના ડભાણ ગામમાં નેશનલ હાઈવે-48 (દિલ્હી-ચેન્નઈ)ને પાર કરવા માટે રચાયેલ 210 મીટર લાંબો PSC (પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ) પુલ 9 જાન્યુઆરી 2025ના રોજ પૂર્ણ થયો હતો.

આ પુલ 40 m + 65 m + 65 m + 40 m રૂપરેખાંકનના ચાર સ્પાન્સ સાથે 72 પ્રીકાસ્ટ સેગમેન્ટ્સ ધરાવે છે અને તે સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવે છે, જે મોટા સ્પાન્સ માટે શ્રેષ્ઠ છે. આ બ્રિજ આણંદ અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ– 48 પર પૂર્ણ થયેલા પુલોની વિગતો

અનુ. નં. પુલની લંબાઈ (મીટરમાં) સ્પાન રૂપરેખાંકન બુલેટ ટ્રેન સ્ટેશનો જીલ્લો ના રોજ સમાપ્ત થયેલ
ચોથો પીએસસી પુલ 210 રૂપરેખાંકનના ચાર સ્પાન 40મી + 65મી + 65મી + 40મી આણંદ અને અમદાવાદ વચ્ચે ખેડા 9 જાન્યુઆરી 2025
ત્રીજો પીએસસી પુલ 210 રૂપરેખાંકનના ચાર સ્પાન 40મી + 65મી + 65મી + 40મી વાપી અને બીલીમોરા વચ્ચે વલસાડ 2જી જાન્યુઆરી 2025
બીજો પીએસસી પુલ 210 રૂપરેખાંકનના ચાર સ્પાન 40મી + 65મી + 65મી + 40મી સુરત અને બીલીમોરા વચ્ચે નવસારી 1લી ઓક્ટોબર 2024
પહેલો પીએસસી પુલ 260 રૂપરેખાંકનના ચાર સ્પાન 50મી + 80મી + 80મી + 50મી સુરત અને બીલીમોરા વચ્ચે નવસારી 18મી  ઓગસ્ટ 2024

પ્રોજેક્ટ સ્થિતિ: 11 જાન્યુઆરી 2025 સુધી

  • 253 કિમી વાયાડક્ટ, 290 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 358 કિમી પિઅરનું કામ પૂર્ણ થયું છે.
  • 13 નદીઓ પર પુલ અને પાંચ સ્ટીલ પુલ પૂર્ણ થયા છે
  • આશરે 112 કિમીના સ્ટ્રેચ પર અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે
  • ગુજરાતમાં ઘણી જગ્યાએ ટ્રેક બનાવવાનું કામ શરૂ થયું છે
  • મહારાષ્ટ્રમાં BKC અને થાણે વચ્ચે 21 કિમી ટનલનું કામ ચાલી રહ્યું છે.

NATM દ્વારા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાત પર્વતીય ટનલ બનાવવામાં આવી રહી છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં પર્વતીય સુરંગનું કામ પૂર્ણ થયું છે

About Matribhumi Samachar

Check Also

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અમદાવાદ દ્વારા અમદાવાદમાં કન્ઝ્યુમર અવેરનેસ ભારત યાત્રાના આગમન પ્રસંગે ગુજરાતની ગ્રાહક સંસ્થાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું

ભારતીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના ગ્રાહક બાબતોના વિભાગના નેજા હેઠળ કાર્યરત ભારતની …