Tuesday, December 09 2025 | 03:43:30 AM
Breaking News

આત્મનિર્ભર ભારત: રક્ષા મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે BDL સાથે રૂ. 2,960 કરોડનો કરાર કર્યો

Connect us on:

સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

MRSAM સિસ્ટમ એક પ્રમાણભૂત ફિટ છે, જે ભારતીય નૌકાદળના અનેક જહાજો પર મૂકવામાં આવે છે અને ભવિષ્યમાં સંપાદન માટે આયોજન કરાયેલા મોટાભાગના પ્લેટફોર્મ પર તેને ફીટ કરવાની યોજના છે. આ કરાર ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને અદ્યતન લશ્કરી ટેકનોલોજીને સ્વદેશી બનાવવાના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂકતા BDL દ્વારા ‘ખરીદો (ભારતીય)’ શ્રેણી હેઠળ મોટાભાગે સ્વદેશી સામગ્રી સાથે મિસાઇલો પૂરી પાડવામાં આવશે. આ કરાર સંરક્ષણ ઉદ્યોગમાં આશરે 3.5 લાખ માનવ દિવસની રોજગારીનું સર્જન કરશે, જેમાં વિવિધ MSMEનો પણ સમાવેશ થાય છે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

આયુષ મંત્રાલય અને WHO દ્વારા સહ-આયોજિત વૈશ્વિક સમિટ 17–19 ડિસેમ્બર 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે

આયુષ મંત્રાલયે આજે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે દ્વિતિય WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન (પરંપરાગત …