Friday, January 09 2026 | 09:16:41 PM
Breaking News

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન

Connect us on:

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઓફિસ દ્વારા 16 જાન્યુઆરી 2025ના રોજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ઉજવણી ભારે ઉત્સાહભેર  કરવામાં આવી હતી. સુરત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ કાર્નિવલની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્નિવલમાં વિવિધ સ્ટાન્ડર્ડ ક્લબના લગભગ 1000 વિધ્યાર્થીઓ અને મેન્ટર, નિર્માતાઓ તેમજ BISના અધિકારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓના વિવિધ સાયન્સ પ્રોજેક્ટ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીહાઇડ્રોજન ઇંધણબાયોડીઝલસોલાર સિસ્ટમવોટર હાર્વેસ્ટિંગપર્યાવરણ સંરક્ષણજળ સંરક્ષણગ્રીન એનર્જી વગેરે બાબતોને લગતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.વિદ્યાર્થીઓની સાથે, વિવિધ ઉદ્યોગોએ પણ રમકડાં, કેબલ, સ્વીચો, કૃષિ સાધનો જેવા કે વોટર ડ્રિપર, સ્પ્રિંકલર્સ વગેરે જેવા ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં BIS અને ગુણવત્તા વિશે જાગૃતિ વધારવા માટે આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિજય સિંહ ગુર્જર (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી), સુરત કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમણે બીઆઈએસ દ્વારા લેવામાં આવેલી સ્ટાન્ડર્ડ ક્લબની પહેલની પ્રશંસા કરી હતી અને સામાન્ય જીવનમાં ઉત્પાદનની ગુણવત્તાની પ્રશંસા કરી હતી અને તેના મહત્વ વિશે તેમજ ગ્રાહક સુરક્ષા અને આર્થિક પ્રગતિમાં માનકોના  મહત્વ પર ભાર મૂક્યો અને ભારતીય માનક બ્યુરોને તેના 78મા સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા.

કાર્નિવલમાં ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન દ્વારા ભાગ લેનાર મેકર્સ, ક્લબના વિદ્યાર્થીઓ અને મેન્ટરોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.

BIS સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા શ્રી એસનાસિંહે રોજિંદા જીવનમાં ધોરણોના મહત્વ અને ટકાઉપણું હાંસલ કરવામાં માનકોની  ભૂમિકા વિશે માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું.તેમણે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શરૂ કરાયેલ સ્ટાન્ડર્ડ્સ ક્લબનો ઉદ્દેશ, ક્લબમાં હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ અને તેના વિદ્યાર્થીઓને મળતા લાભો વિશે સમજાવ્યું.

રાષ્ટ્રગીત અને તમામ સહભાગીઓના આભાર સાથે કાર્યક્રમનો અંત આવ્યો. આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો અને ઉપસ્થિત સૌને માનકો, પરસ્પર વિશ્વાસ અને સહકાર જાળવવા પ્રેરણા આપી હતી.

About Matribhumi Samachar

Check Also

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026ના રોજ પવિત્ર પિપ્રહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

સંસ્કૃતિ મંત્રાલય રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં તાજેતરમાં ભારત પરત મોકલવામાં આવેલા પિપ્રહવા અવશેષો, અસ્થિભંગ અને રત્ન …