Tuesday, January 13 2026 | 10:59:14 AM
Breaking News

ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ

Connect us on:

ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી.

ભારતીય ટુકડીમાં 120 કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે મદ્રાસ રેજિમેન્ટની બટાલિયનના સૈનિકો અને અન્ય શસ્ત્રો અને સેવાઓના સૈનિકો ભાગ લેશે. જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JGSDF)નું પ્રતિનિધિત્વ 34મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ કરશે. બંનેમાં સમાન સૈનિકોનો સમાવેશ થાય છે.

આ કવાયતનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ સંયુક્ત શહેરી યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરતી વખતે બંને દળો વચ્ચે આંતર-સંચાલન વધારવાનો છે. આ કવાયત ઉચ્ચ સ્તરની શારીરિક તંદુરસ્તી, સંયુક્ત આયોજન અને સંયુક્ત વ્યૂહાત્મક કવાયતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અભ્યાસ કરવાના પાસાઓમાં વ્યૂહાત્મક કવાયતો, સંયુક્ત કવાયતો અને આપત્તિ પ્રતિભાવ વ્યૂહરચનાઓનો સમાવેશ થશે. જે કાર્યકારી ક્ષમતાઓને વધારવા, લડાઇ કૌશલ્યને સુધારવા અને અસરકારક સંયુક્ત કામગીરી માટે આંતર-સંચાલનને મજબૂત બનાવવા માટે રચાયેલ છે.

14 થી 17 ઓક્ટોબર 2024 દરમિયાન આર્મી સ્ટાફના વડાની જાપાનની સફળ મુલાકાતના પરિણામ સ્વરૂપે આ સૈન્ય કવાયત ધર્મ ગાર્ડિયન, ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવશે.

આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, શાંતિ અને સ્થિરતા પ્રત્યેની ભારત અને જાપાનની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. સાથે સાથે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિકના તેમના સામાન્ય દ્રષ્ટિકોણને આગળ ધપાવે છે. ધર્મ ગાર્ડિયન કવાયત ભારત-જાપાન સંબંધોને પ્રાદેશિક સહયોગના પાયાના પથ્થર તરીકે મજબૂત બનાવે છે, મજબૂત સૈન્ય-થી-સૈન્ય સંબંધોને પ્રોત્સાહન આપે છે અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપે છે.

ભારત અને જાપાન વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને સાંસ્કૃતિક જોડાણોના સ્થાયી બંધનનો પુરાવો, આ કવાયત અર્થપૂર્ણ વ્યાવસાયિક જોડાણ માટે મંચ સ્થાપિત કરે છે. જે વ્યાપક સંરક્ષણ સહયોગ માટે બંને રાષ્ટ્રોની અતૂટ પ્રતિબદ્ધતાને જાહેર કરે છે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …