Sunday, December 07 2025 | 02:03:57 AM
Breaking News

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.60ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.181 અને ચાંદીના વાયદામાં રૂ.731ની વૃદ્ધિ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.95157.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14307.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.80848.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23029 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1319.12 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9573.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99348 અને નીચામાં રૂ.98840ના સ્તરને સ્પર્શી, રૂ.99109ના આગલા બંધ સામે રૂ.181 વધી રૂ.99290ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.79461ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.9964ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.201 વધી રૂ.98775ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.98799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99250 અને નીચામાં રૂ.98550ના સ્તરને સ્પર્શી, રૂ.98792ના આગલા બંધ સામે રૂ.238 વધી રૂ.99030ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106495ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.107000 અને નીચામાં રૂ.106394ના સ્તરને સ્પર્શી, રૂ.106224ના આગલા બંધ સામે રૂ.731 વધી રૂ.106955ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.728 વધી રૂ.106539 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.736 વધી રૂ.106550 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1527.14 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો કોઈ ફેરફાર વગર રૂ.880.4ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ.1.9 વધી રૂ.255.2 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.1.8 વધી રૂ.248.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 5 પૈસા વધી રૂ.178.85ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.3037.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.6475ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6550 અને નીચામાં રૂ.6359ના મથાળે અથડાઈ, રૂ.6404ના આગલા બંધ સામે રૂ.60 વધી રૂ.6464 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.59 વધી રૂ.6463 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.6 વધી રૂ.335.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.2.6 વધી રૂ.335.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.921ના ભાવે ખૂલી, રૂ.2.8 ઘટી રૂ.921.5 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6608.88 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2964.41 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.811.36 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.359.06 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.21.01 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.335.71 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1556.69 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1480.46 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.87 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16339 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46402 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12103 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 170380 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 20324 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20012 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39966 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 163208 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 10892 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20669 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22986 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23040 પોઇન્ટના સ્તર અને નીચામાં 22957 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 109 પોઇન્ટ વધી 23029 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1 વધી રૂ.422 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.2.9ના ભાવે બોલાયો હતો.

સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.2.5 વધી રૂ.602.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.142.5 વધી રૂ.839.5 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.1.9ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.35 વધી રૂ.5.1 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.59.9 ઘટી રૂ.454.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.1 ઘટી રૂ.1.85 થયો હતો.

સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.90 ઘટી રૂ.408.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.242 ઘટી રૂ.264.5ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.49 ઘટી રૂ.0.8 થયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 47 પૈસા ઘટી રૂ.0.1 થયો હતો.

               

                               

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …