Thursday, December 25 2025 | 09:45:23 PM
Breaking News

પ્રધાનમંત્રીએ જોહાનિસબર્ગમાં G20 સમિટમાં ભાગ લીધો

Connect us on:

પ્રધાનમંત્રીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સિરિલ રામાફોસા દ્વારા જોહાનિસબર્ગમાં આયોજિત G20 નેતાઓની સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રધાનમંત્રીની G20 સમિટમાં 12મી સહભાગિતા હતી. પ્રધાનમંત્રીએ સમિટના ઉદ્ઘાટન દિવસના બંને સત્રોને સંબોધિત કર્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ રામાફોસાનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય અને સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.

પ્રથમ સત્ર: સર્વસમાવેશક અને ટકાઉ આર્થિક વૃદ્ધિ

“સર્વસમાવેશક અને ટકાઉ આર્થિક વૃદ્ધિ કોઈને પાછળ ન છોડે” શીર્ષકવાળા ઉદ્ઘાટન સત્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષપદ હેઠળ સમૂહ દ્વારા કુશળ સ્થળાંતર, પર્યટન, ખાદ્ય સુરક્ષા, AI, ડિજિટલ અર્થતંત્ર, નવીનતા અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં કરેલા કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રક્રિયામાં, તેમણે નોંધ્યું હતું કે નવી દિલ્હી સમિટ દરમિયાન લેવાયેલા કેટલાક ઐતિહાસિક નિર્ણયોને આગળ વધારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસના નવા માપદંડો જોવાનો સમય આવી ગયો છે, જે વૃદ્ધિના અસંતુલન અને પ્રકૃતિના અતિશય શોષણને સંબોધિત કરે, ખાસ કરીને જ્યારે G20 સમિટ પ્રથમ વખત આફ્રિકામાં યોજાઈ રહી હોય. આ સંદર્ભમાં, તેમણે નોંધ્યું હતું કે ભારતની સભ્યતાના ક્ષમતા પર આધારિત એકાત્મ માનવવાદ” ના વિચારની શોધ થવી જોઈએ. તેમણે સમજાવ્યું હતું કે એકાત્મ માનવવાદ મનુષ્યો, સમાજ અને પ્રકૃતિનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ લે છે અને આ રીતે પ્રગતિ અને ગ્રહ વચ્ચે સંવાદિતા પ્રાપ્ત કરી શકાય છે.

બધા માટે વૃદ્ધિ, વિકાસ અને સુખાકારી પ્રત્યેના ભારતના અભિગમને વિસ્તૃત કરતા, પ્રધાનમંત્રીએ G20 ને વિચારણા કરવા માટે છ વિચારો પ્રસ્તાવિત કર્યા હતા. તે આ પ્રમાણે છે:

  • G20 ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝિટરીની રચના: આ ભાવિ પેઢીઓના લાભ માટે માનવતાના સામૂહિક ક્ષમતાનો ઉપયોગ કરશે.
  • G20 આફ્રિકા સ્કિલ્સ મલ્ટીપ્લાયરની રચના: આ કાર્યક્રમનો હેતુ આફ્રિકાના યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવા માટે એક મિલિયન પ્રમાણિત ટ્રેનર્સનો પૂલ બનાવવાનો છે. આ ખંડમાં સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરશે અને લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપશે.
  • G20 ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમની રચના: આમાં G20 દેશોના આરોગ્ય સંભાળ નિષ્ણાતોનો સમાવેશ થશે અને વિશ્વના કોઈપણ ભાગમાં વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે તેને તૈનાત કરી શકાય છે.
  • G20 ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપની સ્થાપના: આ કાર્યક્રમ દ્વારા G-20 અવકાશ એજન્સીઓનો સેટેલાઇટ ડેટા વિકાસશીલ દેશોને કૃષિ, મત્સ્યઉદ્યોગ, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • G20 ક્રિટિકલ મિનરલ્સ સર્ક્યુલારિટી ઇનિશિયેટિવની રચના: આ પહેલ રિસાયક્લિંગ, અર્બન માઇનિંગ, સેકન્ડ-લાઇફ બેટરી પ્રોજેક્ટ્સ અને વિવિધ પ્રકારની નવીનતાઓને પ્રોત્સાહન આપશે અને સપ્લાય ચેઇન સુરક્ષાને મજબૂત કરવામાં અને વિકાસના સ્વચ્છ માર્ગો વિકસાવવામાં મદદ કરશે.
  • ડ્રગ ટેરર ​​નેક્સસનો સામનો કરવા માટે G20 પહેલની રચના: આ ડ્રગ હેરફેરને સંબોધિત કરશે અને ડ્રગ-ટેરર ​​અર્થતંત્રને તોડશે.

બીજું સત્ર: સ્થિતિસ્થાપક વિશ્વ

પ્રધાનમંત્રીએ “એક સ્થિતિસ્થાપક વિશ્વ-આપત્તિ જોખમ ઘટાડવામાં G20નું યોગદાન; આબોહવા પરિવર્તન; ન્યાયી ઊર્જા સંક્રમણ; ખાદ્ય પ્રણાલીઓ” પરના સત્રને પણ સંબોધિત કર્યું. તેમણે પ્રશંસા કરી હતી કે ભારત દ્વારા શરૂ કરાયેલ આપત્તિ જોખમ ઘટાડવા માટેનું કાર્યકારી જૂથ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આપત્તિ સ્થિતિસ્થાપકતા પ્રત્યેનો અભિગમ ભારતે સ્થાપેલા કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) માં દર્શાવ્યા મુજબ “પ્રતિભાવ-કેન્દ્રિત” ને બદલે “વિકાસ-કેન્દ્રિત” હોવો જોઈએ. પ્રધાનમંત્રીએ ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા માટે આબોહવા કાર્યસૂચિ પર વધુ સામૂહિક કાર્યવાહીનું આહ્વાન કર્યું હતું. આ સંદર્ભમાં, તેમણે પોષણ સુરક્ષા અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં બાજરીના મૂલ્યની નોંધ લીધી હતી. ભારતના અધ્યક્ષપદ દરમિયાન અપનાવવામાં આવેલા ખાદ્ય સુરક્ષા પરના ડેક્કન સિદ્ધાંતોને પ્રકાશિત કરતા, તેમણે નોંધ્યું હતું કે આવો અભિગમ ખાદ્ય સુરક્ષા પર G20 રોડમેપ બનાવવા માટેનો આધાર બનવો જોઈએ. તેમણે વિકસિત દેશોને પણ સમયબદ્ધ રીતે વિકાસશીલ દેશોને સસ્તું નાણાં અને ટેકનોલોજી પ્રદાન કરવા અંગેની તેમની આબોહવા કાર્ય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા હાકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક શાસન માળખામાં ગ્લોબલ સાઉથ માટે વધુ ભાગીદારીની માંગ કરી હતી. આ સંદર્ભમાં, તેમણે નોંધ્યું હતું કે નવી દિલ્હી સમિટમાં આફ્રિકન યુનિયનને G20 ના કાયમી સભ્ય તરીકે સમાવવો એ એક મોટું પગલું હતું અને આ સર્વસમાવેશક ભાવનાને G20 થી પણ આગળ લઈ જવી જોઈએ. બે સત્રોમાં પ્રધાનમંત્રીના સંપૂર્ણ વક્તવ્ય અહીં જોઈ શકાય છે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …