કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 29-30 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં બે દિવસીય ” શ્રમ મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદ”ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સુશ્રી શોભા કરંદલાજે પણ હાજરી આપશે તથા સુશ્રી સુમિતા દાવરા, સચિવ (શ્રમ અને રોજગાર) ચર્ચા વિચારણા માટે સંદર્ભ નક્કી કરશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે શ્રમ સુધારણા, ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ સહિત સંગઠિત અને અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા, ઇએસઆઇસી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા નેશનલ કેરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ અને મોડલ કેરિયર સેન્ટર્સ (એમસીસી) મારફતે રોજગારીમાં સુધારો કરવા માટે આ રાષ્ટ્રીય બેઠકનું આયોજન કરી રહ્યું છે.
શ્રમ અને રોજગારીનાં મુખ્ય મુદ્દાઓ પર આંતરસૂઝ, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, જેમાં શ્રમ સંહિતા અંતર્ગત કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ડ્રાફ્ટ નિયમોમાં સમન્વય સ્થાપિત કરવા તથા લેબર કોડની ભાવનાને અનુરૂપ વર્તમાન માળખા હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા શ્રમ સુધારાઓ સામેલ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ પ્રદર્શિત કરશે.
આ બેઠકનો ઉદ્દેશ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટરમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકાના પરિવર્તન માટે હિતધારકોની ક્ષમતા નિર્માણ કરવાનો પણ છે. આ સુધારાનો ઉદ્દેશ એમએસએમઇ અને સ્ટાર્ટ-અપ્સ સહિત ઉદ્યોગની વૃદ્ધિને સુલભ બનાવવાનો છે, જેનો ઉદ્દેશ વેપાર-વાણિજ્યમાં સરળતા મારફતે ગુણવત્તાયુક્ત રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રમ કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અને મહિલાઓનાં વર્કફોર્સમાં સહભાગીતા વગેરેને પ્રોત્સાહન આપવાનો છે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રયાસોમાં સમન્વયને વેગ આપવાનો છે, જેથી કામદારો અને નોકરીદાતાઓ બંનેને લાભ થાય એવા ઉદ્દેશ સાથે સુધારા માટે સુવ્યવસ્થિત અને સુસંગત કાનૂની અને વહીવટી માળખું ઊભું કરી શકાય.
Matribhumi Samachar Gujarati

