Monday, April 13 2026 | 10:15:04 PM
Breaking News

‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને સાકાર કરતી નવોદય વિદ્યાલય, શિક્ષણની સાથે મૂલ્યોનો સંદેશ આપે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

શિક્ષા એ એવી રોશની છે, જેના દ્વારા સમૃદ્ધ, સક્ષમ અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકાય છે. સરકારી સંસ્થા હોવા છતાં નવોદય વિદ્યાલય તેના ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરીક્ષા પરિણામોને કારણે આજે અગ્રસ્થાને છે. રાજકારણ, પ્રશાસન, ચિકિત્સા, ઇજનેરી, શૈક્ષણિક ક્ષેત્ર, સૈન્ય સેવાઓથી લઈને વિવિધ પ્રોફેશનલ સેવાઓ, બિઝનેસ અને સામાજિક સેવાઓમાં નવોદયના વિદ્યાર્થી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે. 13 એપ્રિલ, 1986ના રોજ બે નવોદય વિદ્યાલયોથી શરૂ થયેલું આ સફર આજે 661 સુધી પહોંચ્યું છે. નવોદય પોતાની સ્થાપનાના 40 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. દેશભરમાં નવોદય વિદ્યાલયના 17 લાખથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મજબૂત નેટવર્ક સમાજને નવી દિશા આપવા સજ્જ છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘શિક્ષણ માટે આવો, સેવા માટે જાઓ” ની ભાવનાથી પ્રેરિત નવોદયમાં જાતિ, સંપ્રદાય અને પ્રદેશથી પર માત્ર રાષ્ટ્રપ્રેમની ભાવના છે. આ વિચારો નવોદય વિદ્યાલય, આઝમગઢના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નવોદય સ્થાપના દિવસ પર વ્યક્ત કર્યા.

નવોદય વિદ્યાલયમાંથી સિવિલ સર્વિસમાં પસંદ થયેલા પ્રારંભિક વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવનાર તથા હાલ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે વર્ષ 2001માં સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજિત ભારતની પ્રતિષ્ઠિત સિવિલ સેવા પરીક્ષામાં પસંદગી મળ્યા બાદ છેલ્લા 24 વર્ષોમાં દેશના વિવિધ ભાગોમાં કાર્ય કરવાની તક મળી. પરંતુ હું નિશ્ચિતપણે કહું છું કે જો હું નવોદય વિદ્યાલયમાં ભણ્યો ન હોત, તો કદાચ અહીં સુધી પહોંચી શક્યો ન હોત. શ્રી યાદવે જણાવ્યું કે મને ગર્વ છે કે હું નવોદયનો ભાગ રહ્યો છું. અમારા વ્યક્તિત્વ અને કારકિર્દી નિર્માણમાં નવોદયનું વિશેષ યોગદાન રહ્યું છે. નવોદયે અમને શીખવ્યું કે સપનાઓ માત્ર જોવામાં જ નથી આવતાં, પરંતુ સંઘર્ષ, શિસ્ત અને સમર્પણ સાથે તેને સાકાર પણ કરવામાં આવે છે. નવોદય વિદ્યાલયમાંથી નીકળ્યા લગભગ ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ છતાં એ જ લગાવ અને પોતાનુંપણું હંમેશાની જેમ મજબૂત છે. નવોદયે અમને ઘણું આપ્યું છે, હવે ‘પે બેક ટુ સોસાયટી’ની જરૂર છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે મોટાભાગના ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવેલા નવોદય વિદ્યાર્થીઓ આજે જે ઊંચાઈઓએ પહોંચ્યા છે, તેનું શ્રેય નવોદયની તે “નવ ઉદય” ભાવનાને જાય છે, જ્યાં જાત-પાત, ધર્મ, અમીર-ગરીબ અને શહેરી-ગ્રામીણ જેવા તમામ ભેદભાવ ભૂલીને સૌ એક સકારાત્મક વિચારસરણી સાથે નવા માર્ગે આગળ વધે છે. નવોદયની ભાવના એ એક અનમોલ સંબંધ છે, જે દરેક નવોદયનના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ માત્ર એક જૂથ નથી, પરંતુ એક અનોખું કુટુંબ છે, જેમાં ભલે અલગ-અલગ રાજ્યો અથવા જિલ્લાઓના નવોદય વિદ્યાલયો હોય, છતાં જુસ્સો, પોતાનાપણાની ભાવના અને યાદોની મીઠાશ સૌમાં એકસરખી છે. પ્રશાસક હોવા સાથે સાહિત્યકાર અને બ્લૉગર તરીકે પણ ઓળખ ધરાવતા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં નવોદયનો મહત્વપૂર્ણ ફાળો છે. નવોદય પરિવાર આજે પણ ખૂબ જ સંઘટિત છે અને લોકો એકબીજા સાથે દિલથી જોડાયેલા છે. સુખ-દુઃખમાં એકબીજાની સાથે જે રીતે ઉભા રહે છે, તે માત્ર આશ્ચર્ય જ નહીં, પણ ગર્વની લાગણી પણ જગાવે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘હમીં નવોદય હોં’ની ભાવના સાથે આજે નવોદય એક બ્રાન્ડ બની ગયું છે. નવોદયે ગ્રામ્ય ભારતના હોશિયાર વિદ્યાર્થીઓને માત્ર ઉચ્ચ ગુણવતા યુક્ત શિક્ષણ જ આપ્યું નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંસ્કારો અને દેશસેવાની ભાવના પણ પ્રેરિત કરી છે. નવોદય વિદ્યાલયનો વિઝન છે કે “મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના પ્રતિભાશાળી બાળકોને તેમના પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગુણાત્મક આધુનિક શિક્ષણ પૂરું પાડવાનું છે, જેમાં સામાજિક મૂલ્યો, પર્યાવરણીય જાગૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ઘટકોનો સમાવેશ થાય છે. નવોદય વિદ્યાલયનું આદર્શ વાક્ય “પ્રજ્ઞાનં બ્રહ્મ” ઋગ્વેદના ઐતરેય ઉપનિષદમાંથી લેવામાં આવેલ મહાવાક્ય છે, જેનો અર્થ થાય છે “પ્રગટ જ્ઞાન અથવા ચેતના જ બ્રહ્મ છે” આ નવોદયની ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

About Matribhumi Samachar

Check Also

ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર …