Thursday, May 21 2026 | 12:31:36 AM
Breaking News

ક્રૂડ તેલનો વાયદો રૂ.139 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.226 અને ચાંદીના વાયદામાં રૂ.3401ની વૃદ્ધિ

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.26902 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.160788 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18588 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38660 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.187690.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26902.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.160788.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 38660 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2147.33 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18588.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.158974ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160378 અને નીચામાં રૂ.157959ના સ્તરને સ્પર્શી, રૂ.159080ના આગલા બંધ સામે રૂ.226 વધી રૂ.159306ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.219 વધી રૂ.127441ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.15956ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.307 વધી રૂ.158730ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.158433ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159327 અને નીચામાં રૂ.157221ના મથાળે અથડાઈ, રૂ.158596ના આગલા બંધ સામે રૂ.244 વધી રૂ.158840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.267230ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.274190 અને નીચામાં રૂ.266850ના મથાળે અથડાઈ, રૂ.270119ના આગલા બંધ સામે રૂ.3401 વધી રૂ.273520ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.3496 વધી રૂ.276805ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.3510 વધી રૂ.276865ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.3466.68 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.6.45 વધી રૂ.1344ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.2.6 વધી રૂ.368.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 95 પૈસા વધી રૂ.385.35ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 20 પૈસા ઘટી રૂ.202ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.4708.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4626ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4654 અને નીચામાં રૂ.4626ના મથાળે અથડાઈ, રૂ.20 વધી રૂ.4651ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.10083ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10104 અને નીચામાં રૂ.9780ના સ્તરને સ્પર્શી, રૂ.10027ના આગલા બંધ સામે રૂ.139 ઘટી રૂ.9888ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.143 ઘટી રૂ.9886ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.6 વધી રૂ.301 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.1.5 વધી રૂ.300.9ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.993.9ના ભાવે ખૂલી, 40 પૈસા ઘટી રૂ.990.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2702ના ભાવે ખૂલી, રૂ.37 વધી રૂ.2764ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9658.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.8929.86 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.2566.59 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.407.64 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.9.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.468.82 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.7.27 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.3033.54 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1667.65 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.0.71 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.19 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9918 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61746 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20408 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 306182 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 44667 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9830 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 23896 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 78161 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1992 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17773 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31450 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 38660 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 38660 પોઇન્ટના સ્તર અને નીચામાં 38660 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 44 પોઇન્ટ વધી 38660 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.83.7 ઘટી રૂ.745.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા વધી રૂ.6.1ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.4.5 વધી રૂ.123 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.80 વધી રૂ.826.5ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.1350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 92 પૈસા વધી રૂ.8.54ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.410ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા ઘટી રૂ.0.13 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.82.3 ઘટી રૂ.753.95ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.6.2 થયો હતો. સોનું-મિની મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.13.5 ઘટી રૂ.1698ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.54 વધી રૂ.1065ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.46.6 વધી રૂ.843.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.35 ઘટી રૂ.5.3 થયો હતો.

સોનું મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.64.5 ઘટી રૂ.228.5 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.710.5 ઘટી રૂ.1001 થયો હતો. તાંબું મે રૂ.1340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.17 ઘટી રૂ.8.87 થયો હતો. જસત મે રૂ.365ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા ઘટી રૂ.1.4ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.2.95 વધી રૂ.28.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 ઘટી રૂ.5.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.92 ઘટી રૂ.320 થયો હતો. ચાંદી-મિની મે રૂ.270000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1776 ઘટી રૂ.3771ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોનાના વાયદામાં રૂ.351ની વૃદ્ધિઃ ચાંદીના વાયદામાં રૂ.2739ની નરમાઇ

કોમોડિટી વાયદાઓમાં રૂ.26988.98 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133817.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18710.11 કરોડનાં …