
કોમોડિટી વાયદાઓમાં રૂ.331916 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2328344 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.211105.05 કરોડનાં સાપ્તાહિક કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 15થી 21 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2660263.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.331916.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2328344.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.38654.45 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.211105.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.160790ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.160992 અને નીચામાં રૂ.157547ના મથાળે અથડાઈ, રૂ.161978ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2372ના ઘટાડા સાથે રૂ.159606ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2105 ઘટી રૂ.127780ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.266 ઘટી સપ્તાહના અંતે રૂ.15999ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2448 ઘટી સપ્તાહના અંતે રૂ.159005 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.159962ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.160620 અને નીચામાં રૂ.157159ના મથાળે અથડાઈ, રૂ.161664ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2598 ઘટી રૂ.159066 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.280000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.283219 અને નીચામાં રૂ.264949ના સ્તરને સ્પર્શી, રૂ.291102ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.16219ના ભાવઘટાડા સાથે રૂ.274883ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.14893 ઘટી સપ્તાહના અંતે રૂ.278588ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.14889 ઘટી રૂ.278594 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.36013.60 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.40.4 ઘટી રૂ.1345.05ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 5 પૈસા સુધરી સપ્તાહના અંતે રૂ.367.45ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.25 વધી રૂ.386.75ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું મે વાયદો 40 પૈસા ઢીલો રહી સપ્તાહના અંતે રૂ.203.2ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.84786.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4506ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4789 અને નીચામાં રૂ.4496ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.260 વધી રૂ.4772ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.9458ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10150 અને નીચામાં રૂ.9211ના સ્તરને સ્પર્શી, રૂ.9350ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.8 ઘટી રૂ.9342ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.9 ઘટી રૂ.9339 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.12.7 વધી સપ્તાહના અંતે રૂ.290.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.12.7 વધી રૂ.290.1ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.994.5ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.9.2 ઘટી રૂ.985.3 થયો હતો. એલચી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2755ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.5 ઘટી રૂ.2744 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.101427.67 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.109677.38 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.27598.50 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4239.52 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.103.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3951.14 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.98.99 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.54086.50 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.30600.96 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.10.81 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.96 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 5799 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35596 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6309 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 82823 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17242 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9189 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19929 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 48953 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1308 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14227 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 12420 લોટના સ્તરે રહ્યો હતો.

Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

