ભારતના ચૂંટણી પંચે (ECI) આગામી સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સજ્જતાની સમીક્ષા કરવા માટે આજે એક હાઈ-લેવલ બેઠક યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંવાદ કરી, ચૂંટણીને ‘હિંસા-મુક્ત અને પ્રલોભન-મુક્ત’ બનાવવા પર ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન, પંચે 5 ચૂંટણી વાળા રાજ્યો અને તેમની સાથે સરહદ ધરાવતા 12 પાડોશી રાજ્યોના અધિકારીઓને આંતર-રાજ્ય સરહદો સીલ કરવા અને ચેક પોસ્ટ્સ પર બાજ નજર રાખવા સૂચના આપી છે. ગેરકાયદેસર રોકડ, દારૂ અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે NCB, ED અને DRI જેવી કેન્દ્રીય એજન્સીઓને ‘મેક્સિમમ સીઝર’ (મહત્તમ જપ્તી) માટે સક્રિય કરવામાં આવી છે.
Matribhumi Samachar Gujarati

