
કોમોડિટી વાયદાઓમાં રૂ.263913 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.6952658 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.160743.17 કરોડનાં સાપ્તાહિક કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 22થી 28 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.7216572.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.263913.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.6952658.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.35232.93 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.160743.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.159498ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.159500 અને નીચામાં રૂ.153451ના મથાળે અથડાઈ, રૂ.159606ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2681ના ભાવઘટાડા સાથે રૂ.156925ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1739 ગબડી રૂ.127275ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.231 ઘટી રૂ.15928ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની જૂન વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.2669ના ભાવઘટાડા સાથે રૂ.156336 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.160451ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.161298 અને નીચામાં રૂ.155525ના મથાળે અથડાઈ, રૂ.160872ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2309 ઘટી રૂ.158563 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.273800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.277399 અને નીચામાં રૂ.261000ના સ્તરને સ્પર્શી, રૂ.274883ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.5346ના ભાવઘટાડા સાથે રૂ.269537ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.4785 ઘટી રૂ.273803ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.4754 ઘટી રૂ.273840 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.29883.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.25 ઘટી રૂ.1360.4ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ.2.55 વધી સપ્તાહના અંતે રૂ.367.55ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.3.85 વધી રૂ.387.5ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. સીસું જૂન વાયદો રૂ.1.8 વધી સપ્તાહના અંતે રૂ.207.5ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.73268.64 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4654ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4700 અને નીચામાં રૂ.4576ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.35 ઘટી રૂ.4634ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.9415ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9555 અને નીચામાં રૂ.8409ના સ્તરને સ્પર્શી, રૂ.9342ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.805 ઘટી રૂ.8537ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.800ના ભાવઘટાડા સાથે રૂ.8539 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9.8 વધી રૂ.313.9 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.9.8 વધી રૂ.313.9ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.990.4ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.17.9 ઘટી રૂ.975 થયો હતો. એલચી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2730ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.17 વધી રૂ.2787 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.91136.95 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.69606.21 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.22659.88 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.3525.70 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.135.87 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3519.68 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.173.29 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.46898.59 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26196.76 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.16.49 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.69 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 3064 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26865 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12721 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 184608 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 28190 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10046 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 21926 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 56908 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 886 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12658 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20031 લોટના સ્તરે રહ્યો હતો.


Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

