
કોમોડિટી વાયદાઓમાં રૂ.391998 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4179141 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904 કરોડનાં સાપ્તાહિક કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 8થી 14 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.4571142.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.391998.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.4179141.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.52730.3 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904.37 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.152672ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.164497 અને નીચામાં રૂ.151500ના મથાળે અથડાઈ, રૂ.152261ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9717ના ઉછાળા સાથે રૂ.161978ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.7304ની તેજી સાથે રૂ.129885ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.902 ઊછળી સપ્તાહના અંતે રૂ.16265ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.9277ની વૃદ્ધિ સાથે રૂ.161453 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.152839ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.163475 અને નીચામાં રૂ.151684ના મથાળે અથડાઈ, રૂ.152461ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9203ના ઉછાળા સાથે રૂ.161664 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.259999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.304891 અને નીચામાં રૂ.258426ના સ્તરને સ્પર્શી, રૂ.258540ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.32562ના ઉછાળા સાથે રૂ.291102ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.32264ની તેજી સાથે રૂ.293481ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.32257 ઊછળી સપ્તાહના અંતે રૂ.293483 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.48247.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.81.2 વધી રૂ.1385.45ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.19.7 વધી સપ્તાહના અંતે રૂ.367.4ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.18.55 વધી રૂ.385.5ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું મે વાયદો રૂ.3.4 વધી સપ્તાહના અંતે રૂ.203.6ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.69827.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4739ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4750 અને નીચામાં રૂ.4480ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.205ના ભાવઘટાડા સાથે રૂ.4512ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.8754ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9525 અને નીચામાં રૂ.8580ના સ્તરને સ્પર્શી, રૂ.8769ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.581ની વૃદ્ધિ સાથે રૂ.9350ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.586 વધી રૂ.9348 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13.5 વધી સપ્તાહના અંતે રૂ.277.4 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.13.4 વધી રૂ.277.4ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.988.8ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.6.9 વધી રૂ.994.5 થયો હતો. એલચી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2742ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1 ઘટી રૂ.2749 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.129687.66 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.144216.71 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.39287.71 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.4572.51 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.216.88 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.4079.30 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.179.46 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.43331.16 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26316.45 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.18.14 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.34 કરોડનાં કામ થયાં હતાં.
સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7924 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39985 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9095 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 106146 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18847 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8355 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 17331 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 45192 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1584 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 8153 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20189 લોટના સ્તરે રહ્યો હતો.

Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

