Wednesday, November 04 2026 | 02:32:48 AM
Breaking News

કીમતી જ્વેલ્સ અમદાવાદમાં ભારતની સૌથી ઓછી પ્રતિ કેરેટ ડાયમંડની કિંમતો લઈને આવ્યું, ચાર મહિનામાં 13મો સ્ટોર ખોલ્યો

Connect us on:

અમદાવાદ, 2026: અરમાન કોઠારી દ્વારા સ્થાપિત અને કોઠારી ગ્રુપ તેમજ ઉદ્યોગસાહસિક નિખિલ કામથ અને કવિન શાહનું સમર્થન ધરાવતી કીમતી જ્વેલ્સે, અમદાવાદમાં તેના નવા સ્ટોરના ઉદઘાટન સાથે સમગ્ર ભારતમાં તેનો ઝડપી વિસ્તાર જાળવી રાખ્યો છે. જી1 & એફ1, જ્વેલ પાર્ક, રોક રીજન્સી હોટેલની બાજુમાં, સી.જી. રોડ નજીક, અમદાવાદ-380006 ખાતે આવેલો આ સ્ટોર કીમતીનું 13મું રિટેલ આઉટલેટ છે, જે લોન્ચ થયાના માત્ર ચાર મહિનામાં જ આટલી ઝડપી વૃદ્ધિ એ બ્રાન્ડની આક્રમક વિકાસયાત્રા અને ભારતના મુખ્ય બજારોમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરીની વધતી જતી માંગને દર્શાવે છે.

અમદાવાદમાં કરવામાં આવેલ આ લોન્ચિંગ ગુજરાતમાં કીમતીના વિસ્તરણની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે; ગુજરાત એવું બજાર છે જે જ્વેલરીની કારીગરી અને તેના વપરાશની સમૃદ્ધ પરંપરા ધરાવે છે. અમદાવાદનું સુસ્થાપિત જ્વેલરી કલ્ચર, વધતી જતી સમૃદ્ધિ અને ડિઝાઈન પ્રત્યે વધુ જાગૃત યુવા ગ્રાહકો કીમતી માટે તેને એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે; કારણ કે કંપની ફાઈન જ્વેલરીના ક્ષેત્રમાં આધુનિક, પારદર્શક અને મૂલ્ય-આધારિત અભિગમ લાવવા ઈચ્છે છે.

કીમતી કોઠારી ગ્રુપના ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને જ્વેલરી ક્ષેત્રના 45થી વધુ વર્ષોના અનુભવ અને નિપુણતા પર આધારિત છે, જે આ ઇન્ડસ્ટ્રીના વારસાને નવા યુગના રિટેલ પ્રસ્તાવ સાથે સાંકળે છે. આ બ્રાન્ડને એન્ટરપ્રેન્યોર નિખિલ કામથ અને કવિન શાહ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે, જેઓ મોર્ડન લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી બિઝનેસને ઉભો કરવા માટે જ્વેલરીની ગાઢ સમજ અને બિઝનેસના અનુભવને એક સાથે લાવી રહ્યાં છીએ.

કીમતીને જે બાબત અલગ પાડે છે તે તેનું ફેક્ટરી-ડાયરેક્ટ અને વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ મોડેલ છે; આ મોડેલ મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર વચ્ચેના પરંપરાગત મધ્યસ્થી સ્તરોને ઘટાડે છે અને બ્રાન્ડને બજારમાં ડાયમંડ માટે પ્રતિ-કેરેટ સૌથી ઓછા ભાવ ઓફર કરવામાં સક્ષમ બનાવે છે. આનાથી કીમતી આધુનિક ડિઝાઈન, કારીગરી કે પારદર્શિતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના, પ્રમાણિત લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી અત્યંત સ્પર્ધાત્મક ભાવે ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

‘કીમતી’નો અમદાવાદ ખાતેનો સ્ટોર રોજિંદી રીતે ઉપયોગમાં લેવાતી અને પ્રસંગોચિત પહેરવામાં આવતી જ્વેલરીનો સમાવેશ કરતી વ્યાપક જ્વેલરી પોર્ટફોલિયોને પ્રદર્શિત કરશે, જેમાં વીંટી, કાનની બુટ્ટી, બ્રેસલેટ, પેન્ડન્ટ અને નેકલેસનો સમાવેશ થાય છે. સર્ટિફાઇડ લેબ-ગ્રોન ડાયમંડ્સ અને બીઆઈએસ-હોલમાર્કવાળા સોના-ચાંદીથી બનેલ આ કલેક્શન્સ એવા ગ્રાહકો માટે છે જેઓ એવી ફાઇન જ્વેલરી ઇચ્છે છે, જેને વારંવાર પહેરી શકાય,અલગ-અલગ સ્ટાઇલ પ્રમાણે પહેરી શકાય અને વધુ પારદર્શિતા સાથે ખરીદી શકાય. આ સ્ટોર ગ્રાહકોને પ્રોડક્ટ પસંદગી, સ્ટાઇલિંગ અને કસ્ટમાઇઝેશન બાબતે સહાય પૂરી પાડીને પર્સનલાઇઝ્ડ રિટેલનો અનુભવ પણ પૂરો પાડશે.

અમદાવાદ સ્ટોરના લોન્ચ પ્રસંગે, કીમતીના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર અરમાન કોઠારીએ જણાવ્યું, “ચાર મહિનાની અંદર અમારા 13 સ્ટોરનું લોન્ચિંગ કીમતી માટે એક રોમાંચક ઉપલબ્ધિ છે; પરંતુ તેનાથી પણ મહત્વની વાત એ છે કે, તે અમારા એ વિશ્વાસને સાચો ઠેરવે છે કે ફાઈન જ્વેલરી માટે એક મજબૂત અને ઝડપથી વિકસતું બજાર અસ્તિત્વમાં છે, જેમાં ડિઝાઈન, ગુણવત્તા અને પારદર્શિતાની સાથે વાસ્તવિક મૂલ્ય પણ મળે છે. અમારા વિસ્તરણના આગામી તબક્કા માટે અમદાવાદની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી હતી. આ એક અત્યાધુનિક અને જ્વેલરીની બાબતે ઊંડી સમજ ધરાવતું બજાર છે, જ્યાં ગ્રાહકો ગુણવત્તા અને કારીગરીની કદર કરે છે, અને સાથે જ જ્વેલરી ખરીદવાની નવી પદ્ધતિઓ તથા નવા સ્વરૂપોને અપનાવવા માટે પણ તત્પર રહે છે. અમે માનીએ છીએ કે આ બાબત તેને કીમતી માટે અને ભારતમાં લેબ-ગ્રોન ડાયમંડ કેટેગરીના વિકાસ માટે એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે.”

અમદાવાદમાં આ લોન્ચિંગ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતમાં જ્વેલરીની વપરાશની પદ્ધતિ બદલાઈ રહી છે; ખાસ કરીને એવા યુવા ખરીદદારોમાં, જેઓ જ્વેલરીને માત્ર કોઈ ખાસ પ્રસંગ કે રોકાણના હેતુથી કરવામાં આવતી ખરીદીથી આગળ વધીને વિશેષ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. કીમતી આ પરિવર્તનનો લાભ ઉઠાવી રહી છે, લેબ-ગ્રોન ડાયમંડને ફાઇન જ્વેલરી તરીકે રજૂ કરી રહી છે, જેને ગ્રાહકો વધુ વાર ખરીદી શકે છે, પછી ભલે તે કોઈ ખાસ ઉજવણી માટે હોય, રોજિંદા ડ્રેસિંગને આકર્ષક બનાવવા માટે હોય કે માત્રને માત્ર વ્યક્તિગત ખરીદી તરીકે હોય, અને તે પણ પરંપરાગત રીતે ડાયમંડ સાથે સંકળાયેલા અનુભવ, કારીગરી અથવા આકર્ષણ સાથે સમાધાન કર્યા વિના.

જેમ જેમ કીમતીનું વિસ્તરણ થઈ રહ્યું છે, તેમ તેમ તેનું વિશાળ લક્ષ્ય જ્વેલરી સ્ટોર્સનું નેટવર્ક બનાવવાથી આગળ વધે છે. કીમતી ભારતીય ગ્રાહકોની ડાયમંડ જ્વેલરીની ખરીદીની પદ્ધતિમાં બદલાવ લાવવા માંગે છે, જેથી તેને વધુ સુલભ, પારદર્શક અને રોજિંદા જીવનને અનુરૂપ બનાવી શકાય. મેન્યુફેક્ચરિંગના દાયકાઓના અનુભવને સર્ટિફાઇડ લેબ-ગ્રોન ડાયમંડ્સ, આધુનિક ડિઝાઈન અને ફેક્ટરી-ડાયરેક્ટ મોડલ સાથે જોડીને, આ બ્રાન્ડ અત્યાધુનિક ફાઈન-જ્વેલરી રિટેલ નેટવર્ક ઊભું કરવા તેમજ આ કેટેગરીના અનુભવ અને ખરીદીની પદ્ધતિને નવો આકાર આપવા માટે પ્રયત્નશીલ છે.

Featured Article

About Matribhumi Samachar

Check Also

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં રજૂ કરે છે

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે. હાથવણાટનાં કાપડ, …