Sunday, May 17 2026 | 11:24:56 AM
Breaking News

ગુજરાતનાં વૈવિધ્ય સભર વારસાથી મહિલા પત્રકારો અભિભૂત થયા

Connect us on:

કેરળથી ગુજરાતનાં પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની મુલાકાત લીધી હતી.

તા. 16થી 23 ડિસેમ્બર સુધી ગુજરાતનાં વિકાસ કાર્યો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક વારસાને જાણવા માટે કેરળથી આવેલા મહિલા પત્રકારોએ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. ગાઈડ જીતેન્દ્રસિંહ સોલંકી પાસેથી આ પ્રતિનિધિ મંડળને મંદિરનો ઈતિહાસ, તેની બાંધણી, શિલ્પાકૃતીઓ અને તેનો અર્થ વગેરે ઝીણવટભરી માહિતી મેળવી પત્રકારો અભિભૂત થયા હતા.

ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની પણ તેમણે મુલાકાત લીધી હતી. જ્યાં બૌદ્ધકાલીન સ્થળ, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને ઉત્ખનન કાર્ય ચાલે છે એ સ્થળ વગેરેની મુલાકાત કરી હતી. આ તમામ સ્થળોની તલસ્પર્શી માહિતી પુરાતત્વવિદ્ પ્રિતમ મૈઇતી, પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટ, વડનગર દ્વારા આપવામાં આવી હતી.

ગુજરાતનાં પુરાતત્વ સ્થળની મુલાકાત લીધા બાદ આ વારસો વૈવિધ્ય જોવા પરિવાર સાથે આવવાની ઈચ્છા દર્શાવી હતી.

પત્રકાર પ્રતિનિધિ મંડળ તેમના પ્રવાસ અંતર્ગત આગામી સ્થળ નડાબેટની મુલાકાત માટે જશે.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગ દ્વારા ‘વન સ્ટેટ વન જીએસટી’ના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં વર્કશોપનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો શુભારંભ

ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી”ના અસરકારક અમલીકરણ માટે 15 મે, 2026ના રોજ અમદાવાદમાં એક …