પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અનૌપચારિક છતાં જ્ઞાનવર્ધક સત્રમાં પ્રધાનમંત્રીએ દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. ઉપસ્થિત 36 વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી પાસેથી પોષણ અને સુખાકારી; દબાણ વખતે નિપુણતા; પોતાને પડકાર આપવો; નેતૃત્વની કળા; પુસ્તકોથી આગળ – 360º વૃદ્ધિ; સકારાત્મકતા …
Read More »સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ 2025 પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
ટપાલ વિભાગને મહા કુંભ 2025 પર ત્રણ સ્ટેમ્પ્સ સાથે એક સ્મારક સોવેનિયર શીટ બહાર પાડતાં ગર્વ થાય છે. આ ટિકિટોનું અનાવરણ કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં આરેલ ઘાટ પોસ્ટ ઓફિસ ખાતે કર્યું હતું. પૂર્વોત્તર ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા …
Read More »ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સના એક જૂથે આજે (13 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ પાસે તેમના …
Read More »સોનાના વાયદામાં રૂ.573 અને ચાંદીના વાયદામાં રૂ.380ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.61 ઢીલો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.81024.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9551.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.71472.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20302 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી અને હાલમાં હાથ ધરવામાં આવેલી પહેલો’ પર સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રીઓ, શ્રી કૃષ્ણપાલ અને સમિતિના સભ્યો, સહકાર મંત્રાલયના સચિવ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ શ્રી …
Read More »ટ્રાઇએ TCCCPR- 2018માં સુધારા સાથે ગ્રાહક સુરક્ષાને મજબૂત કરી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (ટીસીસીસીપીઆર), 2018માં સુધારો કર્યો છે, જેથી અનિચ્છનીય કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) સામે ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય. સુધારેલા નિયમનોનો હેતુ ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગની વિકસતી પદ્ધતિઓ સાથે વ્યવહાર કરવાનો અને ગ્રાહકો માટે વધુ પારદર્શક વ્યાપારી સંચાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. તેના અમલીકરણ પછી, TCCCPR-2018 એ બ્લોકચેન-આધારિત …
Read More »ગુજરાતના પ્રાથમિકતા ક્ષેત્રમાં 2025-26 દરમિયાન ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન ગત વર્ષ કરતાં 40% વધુ: નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી બી. કે. સિંઘલ
નાબાર્ડે સ્ટેટ ફોકસ પેપર જારી કરતાં આગામી વર્ષમાં રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કર્યું હતું. નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી બી. કે. સિંઘલે જણાવ્યું કે રાજ્યના પ્રાથમિકતા ક્ષેત્રમાં વર્ષ 2025-26માં ₹4.93 લાખ કરોડની ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે. આ આકલન ગયા વર્ષથી લગભગ 40% વધુ છે. શ્રી સિંઘલે જણાવ્યું કે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો નો રાજ્યમાં અમલ કરવામાં ગુજરાત સરકાર નો સંપૂર્ણ સહકાર રહે છે. સ્ટેટ ફોકસ પેપરની પ્રક્રિયા વિશે શ્રી સિંઘલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં કૃષિ, એમએસએમઇ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં રહેલી ઋણ શક્યતાઓનું આકલન કરવામાં આવ્યું છે અને તે ઋણ-શક્યતાઓને જોડીને રાજ્ય સ્તરીય આકલન તૈયાર કરવામાં આવ્યું છે. શ્રીમતી નિધિ શર્મા, મહાપ્રબંધક, નાબાર્ડે તેમના પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે વર્ષ 2025-26માં રાજ્યમાં કૃષિ અને સહાયક પ્રવૃત્તિઓમાં ₹1.71 લાખ કરોડ, એમએસએમઇ ક્ષેત્રમાં ₹2.84 લાખ કરોડ અને પ્રાથમિકતા ક્ષેત્રની અન્ય પ્રવૃત્તિઓમાં ₹0.38 લાખ કરોડના ઋણોનું આકલન કરવામાં આવ્યું છે. ડૉ. અંજુ શર્મા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા સ્ટેટ ફોકસ પેપરનું અનાવરણ કર્યું અને મુખ્ય અતિથિ તરીકે સેમિનારને સંબોધિત કરતાં જણાવ્યું કે ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે અને તેમાં કૃષિ ક્ષેત્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ સાથે સાથે ખેડૂતોની આવક વધારવા પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે અને ખેડૂતો તથા ગ્રામ્ય સમુદાયોની આવક વધારવા માટે તેમને સસ્તા દરે ઋણ સુવિધાઓ મળવી અત્યંત જરૂરી છે. નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપરની પ્રશંસા કરતાં ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે આ આકલનથી બેન્કોને ઋણ-પ્રવાહના સંભવિત ક્ષેત્રોની માહિતી મળશે અને જમીન સ્તરે ઋણ-પ્રવાહ વધુ અસરકારક સાબિત થશે. સ્ટેટ ફોકસ પેપરમાં જણાવાયેલા નીતિગત સૂચનો અને ઉપાયો રાજ્ય સરકારના વિભાગો માટે પણ લાભદાયી થશે. શ્રી જે. પી. ગુપ્તા, આઈએએસ, અધિક મુખ્ય સચિવે આ આકલન માટે નાબાર્ડને અભિનંદન આપ્યા અને બેન્કર્સને નાબાર્ડે જે ક્ષેત્રોની ઓળખ કરી છે, તે ક્ષેત્રોમાં ઋણ-વૃદ્ધિ માટે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી. શ્રી જે. પી. ગુપ્તાએ ગુજરાત માં નાબાર્ડ ના કાર્યોની પ્રશંસા કરી. નાબાર્ડ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો કૃષિ, સિંચાઈ, સામાજિક માળખાકીય સુવિધાઓ અને સહકાર ક્ષેત્રમાં પરસ્પર સમન્વયથી કાર્ય કરી રહ્યા છે. શ્રી હેમંત કરૌલિયા, મુખ્ય મહાપ્રબંધક, એસબીઆઈ, શ્રી અશોક પરીખ, મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક અને શ્રી અશ્વિની કુમાર, એસએલબીસી સંયોજક અને બેંક ઓફ બરોડાના મહાપ્રબંધકે પણ સેમિનારને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં શ્રી જે. પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, જનજાતિ વિકાસ વિભાગ, ભારતીય સ્ટેટ બેંકના મુખ્ય મહાપ્રબંધક શ્રી હેમંત કરૌલિયા, ભારતીય રિઝર્વ બેંકના મહાપ્રબંધક શ્રી અશોક પરીખ, એસએલબીસી સંયોજક શ્રી અશ્વિની કુમાર, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ બેન્કરો, સંશોધન સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ અને એફપીઓ અને સહકારી સમિતિઓના પ્રતિનિધિઓ હાજર હતા. શ્રી સોમેન્દ્ર સિંહ, મહાપ્રબંધક, નાબાર્ડે તમામના પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર, બેન્કો અને સહકારી સંસ્થાઓના સહકારથી નાબાર્ડની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો જેમ કે- આરઆઈડીએફ, PACS કમ્પ્યુટરીકરણ, સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ભંડારણ યોજના, નવી બહુમુખી પ્રાથમિક સહકારી સમિતિઓની રચના વગેરે સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
Read More »પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું …
Read More »ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર …
Read More »પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ …
Read More »
Matribhumi Samachar Gujarati