Wednesday, January 07 2026 | 11:18:28 PM
Breaking News

Miscellaneous

વર્ષના અંતની સમીક્ષા: ટપાલ વિભાગ

વિદેશ મંત્રાલયે પોસ્ટ ઓફિસ નેટવર્કનો લાભ લેવા અને લોકોના નજીકના વિસ્તારમાં પાસપોર્ટ સેવાઓ પૂરી પાડવા માટે ટપાલ વિભાગ સાથે જોડાણ કર્યું છે; 30 નવેમ્બર 2025 સુધીમાં, 452 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSKs) કાર્યરત છે. ઑક્ટોબરમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ દરમિયાન 5 અને 15 વર્ષના થતા બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે શાળાઓમાં 1,552 આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું; 4,335 આધાર નોંધણી અને 35,606 આધાર અપડેટ …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત આંતરધર્મ સંમેલનમાં વૈશ્વિક શાંતિ અને ધાર્મિક સદભાવના માટે આહવાન કર્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત એક આંતરધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે આ સંમેલનમાં સહભાગી થવાને એક ગૌરવપૂર્ણ સન્માન ગણાવ્યું હતું અને તેને શાંતિ, માનવ અધિકારો અને ધાર્મિક સદભાવના માટેનું વૈશ્વિક આહવાન ગણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ પર ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની તેમની મુલાકાતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીને નૈતિક હિંમતના દીવાદાંડી તરીકે વર્ણવ્યા હતા, જેમનું જીવન અને બલિદાન સમગ્ર માનવજાત માટે છે. ગુરુ તેગ બહાદુરજીની શહીદીનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ધાર્મિક સ્વતંત્રતાના ઇતિહાસના સૌથી અસાધારણ સમર્થન તરીકે ઊભું છે. તેમણે નોંધ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ રાજકીય સત્તા અથવા કોઈ એક માન્યતાના વર્ચસ્વ માટે નહીં, પરંતુ વ્યક્તિના પોતાના અંતરાત્મા મુજબ જીવવા અને પૂજા કરવાના અધિકારના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારે અસહિષ્ણુતાના સમયમાં તેઓ પીડિતો માટે રક્ષક (shield) તરીકે ઊભા રહ્યા હતા. ગુરુ તેગ બહાદુરજીના સંદેશની કાલાતીત સુસંગતતા પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ વિશ્વને શીખવ્યું કે કરુણા દ્વારા માર્ગદર્શિત હિંમત સમાજને બદલી શકે છે, અને અન્યાય સામે મૌન રહેવું એ સાચી શ્રદ્ધા સાથે અસંગત છે. આ શાશ્વત મૂલ્યોને કારણે જ ગુરુ તેગ બહાદુરજી માત્ર શીખ ગુરુ તરીકે જ નહીં, પરંતુ સર્વોચ્ચ બલિદાન અને નૈતિક હિંમતના વૈશ્વિક પ્રતીક તરીકે પૂજાય છે અને તેમને ‘હિંદ દી ચાદર’ ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. …

Read More »

નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો 2025થી સન્માનિત

સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) ને પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (PRSI) તરફથી બે પ્રતિષ્ઠિત PRSI નેશનલ એવોર્ડ્સ 2025 પ્રાપ્ત થયા છે. આ સન્માનમાં ‘કોર્પોરેટ કેમ્પેઈનમાં સોશિયલ મીડિયાનો શ્રેષ્ઠ ઉપયોગ’ શ્રેણી હેઠળ હર ઘર મ્યુઝિયમ પહેલ માટે એક એવોર્ડ અને ‘સ્પેશિયલ/પ્રેસ્ટિજ પબ્લિકેશન’ શ્રેણી હેઠળ “વેસ્ટ ટુ આર્ટ” (કચરામાંથી કલા) પ્રકાશન માટે બીજા એવોર્ડનો સમાવેશ થાય છે. “વેસ્ટ ટુ આર્ટ” પ્રકાશન નેશનલ કાઉન્સિલ …

Read More »

જાહેરાત માત્ર ભાવના કે બજારની ભાષા નથી; તે સાહિત્યનું એક જીવંત, સમકાલીન સ્વરૂપ છે – રમા પાંડે

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA) ના મીડિયા સેન્ટરે અહીં સમવેત ઓડિટોરિયમ ખાતે ‘સ્ટાર્સ શાઇન ઇન એડ્સ: એક અનોખું જાહેરાત પ્રદર્શન’ શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક અને લેખિકા સુશ્રી રમા પાંડે, IGNCAના સભ્ય સચિવ ડૉ. સચ્ચિદાનંદ જોશી, અને કોમ્યુનિકેશન …

Read More »

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ પર ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસના અવસર પર નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 અને ઊર્જા સંરક્ષણ પરની રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના ઇનામો પ્રદાન કર્યા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઊર્જા સંરક્ષણ એ ઊર્જાનો સૌથી પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને વિશ્વસનીય સ્ત્રોત છે. ઊર્જા સંરક્ષણ …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ સિવિલ સર્વિસ અધિકારી તાલીમાર્થીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવમાં સંવાદ કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી.પી. રાધાકૃષ્ણન, એ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFoS)ના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ અધિકારીઓ હરિયાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (HIPA) ખાતે વિશેષ ફાઉન્ડેશન કોર્સ કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ, “ભારતના લોહ પુરુષ” ને યાદ કરતાં, …

Read More »

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોએ સંસદ ભવન સંકુલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી

આજે, ભારતે 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થાની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષા કર્મચારીઓ અને કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણન; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી; કેન્દ્રીય મંત્રીઓ; વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી; રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ; સંસદ સભ્યો, ભૂતપૂર્વ સંસદ સભ્યો અને અન્ય મહાનુભાવોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદી; અને શહીદોના પરિવારના સભ્યોએ પણ શ્રદ્ધાંજલિ આપી. આજે દિવસમાં લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ X પર એક સંદેશ શેર કર્યો, જેમાં તેમણે જણાવ્યું: “2001માં ભારતની સંસદ પર થયેલા કાયર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા કર્મચારીઓ અને મહેનતુ કર્મચારીઓના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ. લોકશાહીની આ સર્વોચ્ચ સંસ્થા, આપણી સંસદની રક્ષા કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા નાયકો પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું અપ્રતિમ સમર્પણ સતત પ્રેરણાનો સ્ત્રોત છે.” તે અમર નાયકોએ આતંકવાદીઓનો સામનો જે બહાદુરીથી કર્યો તે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખવાના ભારતના અતૂટ સંકલ્પનું પ્રતીક છે. ભારત હંમેશા આતંકવાદ સામે મજબૂત રીતે ઊભું રહ્યું છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની આપણી સામૂહિક પ્રતિબદ્ધતા માત્ર એક ઔપચારિક ઘોષણા નથી, પરંતુ એક મજબૂત સંદેશ છે કે ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંકવાદી મનસુબાઓ સામે ઝૂકશે નહીં. આ અજોડ બલિદાન આપણી આવનારી પેઢીઓ માટે હિંમત, નિઃસ્વાર્થતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.” રાષ્ટ્ર યાદ કરે છે કે 13 ડિસેમ્બર 2001ના રોજ, રાજ્યસભા સચિવાલયના સુરક્ષા સહાયકો શ્રી જગદીશ પ્રસાદ યાદવ અને શ્રી માતબર સિંહ નેગી; સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોન્સ્ટેબલ …

Read More »

નઈ ચેતના માત્ર એક યોજના નથી, તે એક જન આંદોલન છે: ડૉ. પેમ્મસાની ચંદ્ર શેખર

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી, ડૉ. પેમ્મસાની ચંદ્ર શેખર એ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક કાર્યવાહીનું આહ્વાન કર્યું અને તમામ હિસ્સેદારોને “એક અવાજ, એક સંકલ્પ, સમાનતા માટે એક નવી શરૂઆત” ના સંકલ્પ સાથે આગળ વધવા વિનંતી કરી. રાજ્ય-સ્તરીય નઈ ચેતના 4.0 ના લોકાર્પણ દરમિયાન સભાને સંબોધતા, તેમણે આ પહેલને લિંગ-આધારિત હિંસા સામે એક શક્તિશાળી જન આંદોલન તરીકે વર્ણવ્યું અને તેના તમામ સ્વરૂપોમાં હિંસાને નાબૂદ કરવા માટે સામૂહિક જવાબદારીનું આહ્વાન કર્યું. કાર્યક્રમના ભાગરૂપે, મંત્રીએ ગુંટૂરમાં જેન્ડર રિસોર્સ સેન્ટર (GRC) નું ઉદ્ઘાટન કર્યું. GRC મહિલાઓ માટે વન-સ્ટોપ સપોર્ટ …

Read More »

CSIR-CSMCRI ટકાઉ ટેનરી ઇફ્લુઅન્ટ મેનેજમેન્ટ માટે મીઠા શુદ્ધિકરણ ટેકનોલોજી RANITECને ટ્રાન્સફર કરી

સસ્ટેનેબલ ઔદ્યોગિક પ્રથાઓ તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-CSMCRI), ભાવનગરે ઓલ ઇન્ડિયા સ્કિન એન્ડ હાઇડ ટેનર્સ એન્ડ મર્ચન્ટ્સ એસોસિએશન (AISHTMA) સાથે ત્રિપક્ષીય કરાર હેઠળ, તેની નવીન મીઠાને અલગ કરવાના અને શુદ્ધિકરણ ટેકનોલોજીની જાણકારી રાણીપેટ ટેનરી ઇફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ કંપની લિમિટેડ (RANITEC), તમિલનાડુને ટ્રાન્સફર કરી છે. આ પ્રગતિશીલ ટેકનોલોજી ટેનરી કામગીરીમાં વિવિધ યુનિટ પ્રક્રિયાઓમાંથી સોડિયમ …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(9 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કલા આપણી ભૂતકાળની યાદો, આજના અનુભવો અને ભવિષ્ય માટેની આશાઓને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન કાળથી, માનવી ચિત્રકામ અથવા શિલ્પકલા દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. …

Read More »