Tuesday, December 16 2025 | 09:36:31 AM
Breaking News

Miscellaneous

ન્યાયાધીશ સાથે વ્યવહાર કરવા બંધારણીય પદ્ધતિ સાથે આગળ વધવું એ ઉકેલ નથી; પૈસાનો સ્ત્રોત શું છે? તે કોના હતા? – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખરે આજે કહ્યું હતું કે, “બંધારણીય જોગવાઈના સંદર્ભમાં ન્યાયાધીશ સાથે વ્યવહાર કરવાની બંધારણીય પદ્ધતિ સાથે આગળ વધવું એ એક રસ્તો છે, પરંતુ તે ઉકેલ નથી કારણ કે આપણે લોકશાહી હોવાનો દાવો કરીએ છીએ જે આપણે છીએ. દુનિયા આપણને એક પરિપક્વ લોકશાહી તરીકે જુએ છે જ્યાં કાયદાનું શાસન …

Read More »

નિમુબેનના પ્રયાસોથી એસેસમેન્ટ કેમ્પમાં 5 દિવસના અંતે 2.48 કરોડથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા

ભાવનગર- બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ ગત તા.30 જૂનથી પ્રારંભ થયો છે. સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ ચાર દિવસ ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લઈ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળો પ્રતિસાદ અને લાભાર્થીનો ધસારો …

Read More »

રાસાયણિક શસ્ત્રો નિષેધ સંગઠન (OCC) દ્વારા નવી દિલ્હીમાં 1 થી 3 જુલાઈ, 2025 દરમિયાન એશિયા બેઠકનું આયોજન

રાસાયણિક શસ્ત્રો સંમેલન (CWC) 1997માં અમલમાં આવ્યું હતું, રાસાયણિક શસ્ત્રો નિષેધ સંગઠન (OPCW) રાસાયણિક શસ્ત્રો સંમેલન માટે અમલીકરણ સંસ્થા છે, તેના 193 સભ્ય દેશો સાથે, તે રાસાયણિક શસ્ત્રોને કાયમી અને ચકાસણીપૂર્વક નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોનું નિરીક્ષણ કરે છે. રાસાયણિક શસ્ત્રોને નાબૂદ કરવાના તેના વ્યાપક પ્રયાસો માટે OPCWને 2013 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ભારત આ સંમેલનનો …

Read More »

ડ્રગ સિન્ડિકેટ્સે ટેલિગ્રામ, ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ અને અનામી ડ્રોપ-શિપર્સનો ઉપયોગ કર્યો હતો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને અન્ય એજન્સીઓને અભિનંદન આપ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દરેક ડ્રગ ગેંગ, ભલે તે કોઈપણ સ્થળેથી કાર્યરત હોય, તેને ખતમ કરવા અને દેશના યુવાનોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. X પ્લેટફોર્મ …

Read More »

ગુરુવારે સર ટી. હોસ્પિટલ ખાતે યોજાશે એસેસમેન્ટ કેમ્પ, ત્યારબાદ જુદા-જુદા તાલુકા મથકો ખાતે આયોજન : મંત્રી નિમુબેન બાંભણિયાનું સતત માર્ગદર્શન

ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે. પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ અવસરનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ (ફોલ્ડિંગ ખુરશી) સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓની (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે. શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને આવવા – જવા માટે બસની  વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો  તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.

Read More »

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે. …

Read More »

19માં આંકડા દિવસ (29 જૂન 2025)ના અવસરે SDG પ્રકાશનોનું વિમોચન

19માં આંકડા દિવસ નિમિત્તે, 29 જૂન 2025ના રોજ, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) પર નીચેના પ્રકાશનો પ્રકાશિત કર્યા: ટકાઉ વિકાસ લક્ષ્યો – રાષ્ટ્રીય સૂચક માળખું પ્રગતિ અહેવાલ, 2025 ટકાઉ વિકાસ લક્ષ્યો પર ડેટા સ્નેપશોટ – રાષ્ટ્રીય સૂચક માળખું, પ્રગતિ અહેવાલ, 2025 ટકાઉ વિકાસ લક્ષ્યો – રાષ્ટ્રીય સૂચક માળખું, 2025 2. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પ્રતિભાવ …

Read More »

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારી મંત્રીઓની મંથન બેઠક 30 જૂન 2025ના રોજ યોજાશે

ભારત સરકારનું સહકાર મંત્રાલય, 30 જૂન 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ના સહકારી મંત્રીઓની મંથન બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. મંથન બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ કરશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સહકારી મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર વિભાગોના અધિક મુખ્ય સચિવો/મુખ્ય સચિવો/સચિવો સક્રિય …

Read More »

સંકુચિત ધ્યેયો ન રાખો, સ્વાર્થી ધ્યેયો ન રાખો. સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે લક્ષ્યો રાખો – ઉપ-રાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું, “સંકુચિત ધ્યેયો ન રાખો. સ્વાર્થી ધ્યેયો ન રાખો. સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે એક ધ્યેય રાખો. જો તમે આસપાસ જુઓ, તો કહો કે હજાર વર્ષ પહેલાં, આજે આપણે કોને યાદ કરી રહ્યા છીએ? આપણે કોને યાદ કરી રહ્યા છીએ? …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક વાર્તાલાપના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ તેમની આદરપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આજે આ સ્થળ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ક્ષણનું સાક્ષી બની રહ્યું …

Read More »