Sunday, August 09 2026 | 02:29:03 PM
Breaking News

National

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સાબરકાંઠા પોલીસ દ્વારા સ્માર્ટ પોલિસિંગ પર બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનું ઉદ્ઘાટન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) – આંતરિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા, ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા – અને સાબરકાંઠા પોલીસના સંયુક્ત ઉપક્રમ હેઠળ સ્માર્ટ પોલિસિંગ માટે બે દિવસીય કેપ્સ્યુલ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો. આ તાલીમ કાર્યક્રમ 24–25 નવેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના 167 પોલીસ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. નવા ક્રિમિનલ કાયદા, વધતા સાયબર ગુનાઓ અને આધુનિક પોલીસિંગની વધતી માંગને ધ્યાનમાં રાખીને, આ તાલીમમાં પોલીસ તપાસ પદ્ધતિઓ, સાયબર ક્રાઈમ તપાસ, રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઈમ સીન તપાસ, તેમજ નવા ફોજદારી કાયદાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવાયા છે. આધુનિક, ટેકનોલોજી આધારિત અને માણસકેન્દ્રિત પોલીસિંગ માટે આ કોર્સ એક મહત્વપૂર્ણ પહેલ છે. આ કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય કેન્દ્રીય ગૃહ પ્રધાનના દ્રષ્ટિકોણ તેમજ માનનીય ગુજરાતના મુખ્યમંત્રીના સતત સહયોગ સાથે શરૂ કરવામાં આવ્યો છે, જેથી સમગ્ર રાજ્યમાં સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટને આગળ ધપાવી શકાય અને પોલીસ દળોને નવી ક્ષમતાઓ સાથે સજ્જ કરી શકાય. ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક, સાબરકાંઠા, એ પોતાના સંબોધનમાં કહ્યું: “રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ક્ષમતાઓ સાબરકાંઠા પોલીસના તમામ કર્મચારીઓને સ્માર્ટ તાલીમથી લાભાન્વિત કરશે. આ તાલીમ અમારા અધિકારીઓને વધુ સક્ષમ, પ્રોફેશનલ અને ખરેખર SMART બનવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.” આ પ્રસંગે ડૉ. ધર્મેશકુમાર પ્રજાપતિ, રજિસ્ટ્રાર, RRU, એ જણાવ્યું: “રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશના તમામ પોલીસ કર્મચારીઓ માટે બીજું ઘર છે. અમે સતત જ્ઞાન, સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છીએ.” આ બે દિવસીય કેપ્સ્યુલ કોર્સ સાબરકાંઠાને સ્માર્ટ પોલિસિંગના મોડેલ જિલ્લામાં રૂપાંતરિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Read More »

G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન: સત્ર 3

મહામહિમો, જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ તકો અને સંસાધનો બંને થોડા હાથમાં કેન્દ્રિત થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ટેકનોલોજી માટે સંઘર્ષ વધી રહ્યો છે. આ માનવતા માટે ચિંતાનો વિષય છે અને નવીનતા માટે અવરોધ પણ છે. આને સંબોધવા માટે, આપણે આપણી વિચારસરણીમાં મૂળભૂત પરિવર્તન લાવવું જોઈએ. આપણે …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે જાહેર કર્યું વિશેષ કવર

‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે 21 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વીરૂપણ બહાર પાડવામાં આવ્યું, જેનું વિમોચન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું. “બોર્ડર સિક્યુરિટી ફોર્સ – ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ (1965–2025)” વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા …

Read More »

SICSSL, RRUએ રાષ્ટ્રીય સુરક્ષા પર 55મા Lavad Confab ખાતે સ્વિસ રાજદ્વારીને આવકાર્યા

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતેની ધ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ કોઓપરેશન, સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજિક લેંગ્વેજીસ (SICSSL)એ 18 નવેમ્બર, 2025ના રોજ તેના મુખ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય સુરક્ષા પર 55મા Lavad Confab નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને નવી દિલ્હીમાં સ્વિટ્ઝર્લૅન્ડના દૂતાવાસના આર્થિક, વેપાર અને વાણિજ્યિક વિભાગના કાઉન્સેલર અને વડા ડૉ. જુઆન-પેડ્રો શ્મિદ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતે “નાણાકીય અને આર્થિક સુરક્ષા …

Read More »

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન એશિયન સીડ કોંગ્રેસ 2025ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષની કોંગ્રેસની થીમ “ગુણવત્તાયુક્ત બીજ દ્વારા સમૃદ્ધિનાં બીજ વાવવા” છે. તેમના ઉદ્ઘાટન સંબોધનમાં, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય …

Read More »

ભારતીય નૌકાદળે માહેના પ્રતીક ચિન્હનું અનાવરણ કર્યું

ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત માહે ક્લાસની એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC)ના પ્રથમ જહાજ, માહેના શિખરનું અનાવરણ કર્યું છે. આ જહાજની ડિઝાઇનથી ઇન્ડક્શન સુધીની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે નૌકાદળના જહાજ નિર્માણમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનું પ્રતીક છે અને જહાજના વારસા, ડિઝાઇન અને કાર્યકારી ભૂમિકાને જોડતી પ્રતીકાત્મક ઓળખ છે. ભારતના પશ્ચિમ …

Read More »

સ્વતંત્રતા દિવસ-2025 નિમિત્તે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ મેડલ્સથી નવાજવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ 2025 નિમિત્તે નીચેના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા માટે મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ફાયર સર્વિસ મેડલ, મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ અને માટે ફાયર સર્વિસ મેડલથી નવાજવામાં આવ્યા છે: વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ 1 શ્રીમતી નિલિમા રાણી સિંહ, ઇન્સ્પેક્ટર જનરલ, સીએસ મુખ્યાલય ભીલાઈ 2 શ્રી …

Read More »

પ્રધાનમંત્રીએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. અંતરિક્ષ યાત્રાના પરિવર્તનકારી અનુભવ પર પ્રતિબિંબ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલી મહત્વપૂર્ણ યાત્રા કર્યા પછી વ્યક્તિએ પરિવર્તન અનુભવવું જોઈએ અને અંતરિક્ષયાત્રીઓ આ પરિવર્તનને કેવી રીતે જુએ છે અને અનુભવે છે તે સમજવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રીને જવાબમાં …

Read More »

INS તમાલે ઇટાલીના નેપલ્સ ખાતે બંદર મુલાકાત પૂર્ણ કરી

ભારતીય નૌકાદળના નવીનતમ સ્ટીલ્થ ફ્રિગેટ, INS તમાલે 13-16 ઓગસ્ટ 2025 દરમિયાન ભારતની વાપસી યાત્રા દરમિયાન ઇટાલીના નેપલ્સ ખાતે રોકાણ કર્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો પર ભાર મૂકે છે, જેને ઔપચારિક રીતે 2023માં વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. INS તમાલે, નેપલ્સ બંદરમાં પ્રવેશતા પહેલા, ઇટાલિયન નૌકાદળના તાજેતરમાં કાર્યરત લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક (LHD) ITS ટ્રાયસ્ટે સાથે પેસેજ એક્સરસાઇઝ (PASSEX)માં ભાગ …

Read More »

ઊંડા મહાસાગરમાં મિશન

“દેશને વિકસિત બનાવવા માટે, આપણે હવે ‘સમુદ્ર મંથન‘ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારા સમુદ્ર મંથનને આગળ ધપાવીને, અમે સમુદ્ર નીચે તેલ અને ગેસના ભંડારની શોધ માટે મિશન મોડમાં કામ કરવા માંગીએ છીએ અને તેથી ભારત રાષ્ટ્રીય ડીપવોટર એક્સપ્લોરેશન મિશન શરૂ કરવા જઈ રહ્યું છે.” – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15 ઓગસ્ટ, 2025 મુખ્ય મુદ્દાઓ 2021માં શરૂ …

Read More »