Monday, July 20 2026 | 03:11:57 AM
Breaking News

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ  ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય બનશે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશનમાં સાધારણ  ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગની નવી સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. સાધારણ  ડાક પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. દર વર્ષે આશરે 90 કરોડ સાધારણ  ડાકનું સંચાલન કરવામાં આવે છે અને તે સર્વવ્યાપી ડાક સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે. આ શ્રેણીમાં પત્રો, અખબારો, સામયિકો, સરકારી સૂચનાઓ તથા અન્ય સાધારણ  ડાકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની ટપાલ નો કોઈ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી તેનું ઑનલાઇન ટ્રેકિંગ શક્ય નહોતું. સાધારણ  ડાકની સંખ્યાનો અંદાજ વર્ષમાં માત્ર બે વખત મર્યાદિત સમયગાળા દરમિયાન કરવામાં આવતી મેન્યુઅલ ગણતરીના આધારે લગાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા સમય માંગી લેતી હતી અને ઘણીવાર સચોટ ડેટાનો અભાવ હતો. પરિણામે કામગીરીનું આયોજન, સંસાધનોનું અસરકારક સંચાલન અને સેવા સુધારણા માટે જરૂરી વાસ્તવિક માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે એપીટી 2.0 એપ્લિકેશનમાં દરેક સાધારણ  ડાકનું બારકોડ આધારિત ઇન્ડક્શન કરવામાં આવશે. ઉપરાંત, સંબંધિત ડિવિલરી પોસ્ટઓફિસમાં પહોંચતી દરેક સાધારણ  ડાકનું પોસ્ટમેન દ્વારા ‘ડાક સેવા’ એપ્લિકેશન મારફતે વિતરણ કરવામાં આવશે. પરિણામે સાધારણ  ડાકના સમગ્ર સંચાલન અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. આ નવી વ્યવસ્થાથી સાધારણ  ડાકની સંખ્યાનો વાસ્તવિક અને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ થશે તેમજ સમગ્ર ડાક પ્રવાહ પર વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ મોટા પ્રમાણમાં ડાક મોકલતા બલ્ક મેઇલર્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બારકોડ શ્રેણીને સાધારણ  ડાક પર સીધી જ પ્રિન્ટ કરે અથવા ડાક રજૂ કરતાં પહેલાં પૂર્વ-મુદ્રિત બારકોડ ચોંટાડીને ડાક જમા કરાવે. ઉપરાંત, બુકિંગ સંબંધિત માહિતી માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સાધારણ  ડાકની ઇન્ડક્શન પ્રક્રિયા વધુ ઝડપી, ભૂલરહિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ વ્યવસ્થાથી સાધારણ  ડાકની પ્રોસેસિંગ વધુ ઝડપી, વ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ ડાક કામગીરીમાં સ્વચાલન (ઓટોમેશન)ને પણ પ્રોત્સાહન મળશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ વ્યવસ્થાથી ડાક સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે તેમજ સાધારણ  ડાકની અવરજવર પર અસરકારક ડિજિટલ દેખરેખ સુનિશ્ચિત કરી શકાશે. ઉપરાંત, આ વ્યવસ્થાથી ઉપલબ્ધ થતા વાસ્તવિક આંકડાઓના આધારે સંસાધનો અને માનવબળનું વધુ અસરકારક આયોજન શક્ય બનશે, જેના પરિણામે કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ નવી વ્યવસ્થા ડાક સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં પણ વધારો કરશે તેમજ ભવિષ્યમાં નીતિ નિર્માણ, આયોજન અને કામગીરીમાં સુધારા માટે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવશે. આ પહેલ પોસ્ટ વિભાગના આધુનિકીકરણ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોને નવી ગતિ આપશે અને સમગ્ર દેશમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા ટેક્નોલોજી આધારિત ડાક સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

About Matribhumi Samachar

Check Also

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે (1 જુલાઈ) : વિશ્વભરમાં ડાક કર્મચારીઓના અતૂટ સમર્પણને અપાય છે સન્માન : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

આજે ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ દેશના દરેક નાગરિક સુધી વિશ્વાસ, સુવિધા અને સરકારી …