Wednesday, January 07 2026 | 09:39:55 AM
Breaking News

Regional

કેન્દ્રીય મંત્રીમંડળે લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટને 11.165 કિમીના 12 મેટ્રો સ્ટેશન ધરાવતા ફેઝ-1બીને મંજૂરી આપી, જેનો ખર્ચ રૂ. 5801 કરોડનો થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1બીને મંજૂરી આપી છે, જેમાં 12 સ્ટેશનો – 7 ભૂગર્ભ અને 5 એલિવેટેડ, 11.165 કિમી લંબાઈનો કોરિડોર હશે. ફેઝ-1બી કાર્યરત થવા પર લખનૌ શહેરમાં 34 કિમી સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. લાભો અને વૃદ્ધિમાં વધારો: લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ-1બી શહેરના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ફેઝ-1બી શહેરમાં …

Read More »

વડોદરા જિલ્લામાં આધાર સુપરવાઇઝર અને ઓપરેટરો માટે માસ્ટર તાલીમ યોજાઈ

2025-26 માટે UIDAI મુખ્યાલયની તાલીમ અને પરીક્ષણ પ્રમાણપત્ર (TTC) યોજનાના ભાગ રૂપે, UIDAI રાજ્ય કાર્યાલય, અમદાવાદ, પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા જૂના કલેક્ટર કાર્યાલય, વડોદરા ખાતે આધાર સુપરવાઇઝર અને ઓપરેટરો માટે એક માસ્ટર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ નવા લોન્ચ થયેલા યુનિવર્સલ ક્લાયન્ટ (UC) સોફ્ટવેર, ફેસ ઓથેન્ટિકેશન, રીઅલ-ટાઇમ દસ્તાવેજ માન્યતા અને અપડેટેડ નોંધણી પ્રક્રિયાઓ પર કેન્દ્રિત હતી. વ્યાવસાયિક આચરણ અને …

Read More »

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું

મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પુલ જેની લંબાઈ 80 મીટર છે તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલવેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ …

Read More »

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા

છત્તીસગઢના વિકાસ કાર્યોને મજબૂત બનાવતા, આજે કેન્દ્ર સરકારે રાજ્યમાં 100 પુલ અને બાંધકામ કાર્યો માટે 375.71 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્માને મંજૂરી પત્ર સોંપતી વખતે આ જાહેરાત કરી …

Read More »

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપનીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લગભગ 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના પરિવારોને શ્રાવણ મહિનામાં મળવા બદલ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. વારાણસીના લોકો સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણને પ્રકાશિત કરતા, શ્રી મોદીએ શહેરના દરેક પરિવારના સભ્યને …

Read More »

નવસારી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘પી.એમ.કિસાન ઉત્સવ સમારોહ ‘ કાર્યક્રમ યોજાયો

પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત  નવસારી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ‘ પી.એમ.કિસાન ઉત્સવ દિવસ ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય  વિતરણ  કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઈકો ફ્રેન્ડલી ગણેશ મંડળ સ્પર્ધાનું જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે  જણાવ્યું હતું કે,  કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે. દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે.  આજે પ્રધાનમંત્રીના વરદ હસ્તે ડી.બી.ટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો 20મો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે. તેમણે કૃષિ લક્ષી યોજનાઓની વિગત આપતાં કહ્યું કે, ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી  ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે નવસારી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા આર્થિક વિકાસના વેગ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે તેમ ઉમેર્યુ હતું. આ ઉપરાંત નવસારી જિલ્લામાં  ઈકો ફ્રેન્ડલી મૂર્તિ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના 52.16 લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. 1118 કરોડથી વધુની સહાય 20માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ સંદર્ભમાં રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહિત રાજ્યભરના 3 લાખથી વધુ ખેડૂતોએ વિવિધ સ્થળોએથી પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનસેવાની ભાવના અને સાચી નિયતથી ખેડૂતહિત અને જનહિતના કામો કેટલી ઝડપથી થાય છે, એ પ્રધાનમંત્રીશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. તેમણે GYAN એટલે કે ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના આધાર સ્તંભ ગણાવીને અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાથમિકતા આપીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. જે આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના બની છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાની ન્યાયી અને પારદર્શી પદ્ધતિના પરિણામે દેશના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ આ યોજનાનો 100 ટકા લાભ પહોંચી રહ્યો છે. એટલા માટે જ, આજે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 19 હપ્તામાં કુલ રૂ. 3.69 લાખ કરોડ જમા થયા છે. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે 20માં હપ્તા હેઠળ દેશના 9.70 કરોડથી વધુ ખેડૂતોને રૂ.20500 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યાપક સુલભતા ઊભી થઈ છે. સાથે જ, કૃષિ વિભાગના બજેટમાં પણ પાંચ ગણી વૃદ્ધિ થઈ છે. ગત 11 વર્ષમાં 25 કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા ઉપરાંત આધુનિક ખેતી અને કૃષિ યાંત્રિકીકરણને વેગ મળ્યો છે. ખેડૂતો વતી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશમાં ઓછી ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લામાં ઉત્પાદકતા વધારવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા નવી “પીએમ ધનધાન્ય કૃષિ યોજના”ને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના”ને પ્રધાનમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ જેવી પરંપરાગત પદ્ધતિઓને મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત ગુજરાતના હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી કાર્યરત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી ખેડૂતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ હિતલક્ષી યોજનાના વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચૂકવાયેલા 19 હપ્તા પેટે ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા કુલ રૂ. 11993 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યના 7000થી વધુ સ્થળ ખાતેથી ૩ લાખથી વધુ ખેડૂતો નિહાળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સહાયરૂપ થવાના શુભ આશય સાથે પ્રધાનમંત્રીશ્રીએ 100 ટકા કેન્દ્ર સહાયિત પીએમ કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ 2019થી અમલમાં મૂકી હતી. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ કુલ રૂ. 6000ની સહાય ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વાવેતરથી લઈને વેચાણ સુધીના તમામ તબક્કે સહાયરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો મહત્તમ ખેડૂતો સુધી લાભ પહોંચાડવા બજેટમાં માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા રાજ્યના 11 લાખથી વધુ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ નોંધાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સમારોહમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગુજરાતના ખેતી નિયામકશ્રી સહિત કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Read More »

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ તૈયાર થઈ રહ્યો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે, જે લગભગ 14.8 મીટર ઊંચી …

Read More »

ટપાલ કર્મચારીના પુત્ર મુન્શી પ્રેમચંદે સાહિત્યમાં એક નવો અધ્યાય લખ્યો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સાહિત્ય એ મશાલ છે જે સમાજને આગળ ધપાવે છે. કાલાતીત સાહિત્યની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે બદલાતા યુગમાં પણ પાત્ર અને વાતાવરણ સાથે એક નવી વાર્તા બનાવે છે. મુન્શી પ્રેમચંદનું સાહિત્ય આ પરંપરાને સમૃદ્ધ બનાવે છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં નવલકથાઓના સમ્રાટ તરીકે પ્રખ્યાત મુન્શી પ્રેમચંદ, તેમના પિતા અજૈબ રાય …

Read More »