Saturday, January 03 2026 | 09:48:05 AM
Breaking News

Regional

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ડાક આવરણ અને વિરુપણ બહાર પાડ્યું

‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ‘ પર પ્રકાશિત વિશેષ આવરણ દ્વારા તેનો દેશ- વિદેશમાં થશે વ્યાપક પ્રચાર-પ્રસાર – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ 9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” નિમિત્તે, ભારતીય ડાક વિભાગ દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક વિશેષ આવરણ અને વિરુપણનું વિમોચન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત …

Read More »

ડાક વિભાગની પહેલ: નવરાત્રીમાં દિકરીઓ માટે માત્ર ₹250 માં ખોલાવો સુકન્યા સમૃદ્ધિ ખાતું અને બનાવો તેમનું ભવિષ્ય સુરક્ષિત

નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાને સમર્પિત છે. આ પ્રસંગે સમાજમાં કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. જો કન્યા સશક્ત થશે તો સમાજ પણ સશક્ત બનશે. આ સંદર્ભમાં, ડાક વિભાગે ‘સમૃદ્ધ સુકન્યા-સમૃદ્ધ સમાજ’ ની પહેલ હેઠળ નવરાત્રિ દરમિયાન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ ના ખાતા ખોલવાની પહેલ કરી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘સુકન્યા …

Read More »

શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક ટિકિટ એ કોઈપણ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના વાહક છે. ડાક વિભાગ દ્વારા ડાક સેવાના ક્ષેત્રમાં ઘણા નવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં સર્જનાત્મકતાના વિકાસની સાથે એ પણ છે કે યુવાનો આ ડાક ટિકિટો દ્વારા વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના વ્યક્તિત્વો, જૈવવિવિધતા વગેરેથી પરિચિત થઈ શકે. શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે.ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 માર્ચના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના ઓલ્ડ બિલ્ડીંગ કેમ્પસ ખાતે બે દિવસીય ફિલાટેલિક પ્રદર્શન ‘સ્ટેમ્પ ફિએસ્ટા-2025’નું ઉદ્ઘાટન કરતી વખતે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા. પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત વિવિધ મહાપુરુષો, ભારતીય સ્વતંત્રતા ચળવળ, ગુજરાતની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિ હેન્ડલૂમ અને હેરિટેજના પ્રતિક રૂપે તેમજ રામાયણના વિવિધ પાસાઓ પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે I.I.M, અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ ફિયેસ્ટાની મુલાકાત લીધી હતી અને વિવિધ સ્ટેમ્પ વિશે જાણકારી મેળવી હતી. ફિલેટ્લી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ સ્કોલરશીપ સ્કીમ, ઢાઈ અખર લેટર રાઈટિંગ કોમ્પીટીશન વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. માય સ્ટેમ્પ હેઠળ, પોસ્ટેજ સ્ટેમ્પમાં હવે લોકોના ફોટોગ્રાફ્સ પણ હોઈ શકે છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું  કે ડાક ટિકિટ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. સમાજમાં થઈ રહેલા દૈનિક વિકાસને ડાક ટિકિટોના અરીસામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ડાક ટિકિટ સંગ્રહ ” કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ ” તરીકે ઓળખાય છે, જેમાં જો કોઈ રસ ધરાવતું હોય, તો તે વિવિધ વિષયો પર …

Read More »

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યું શુભારંભ

નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય નવપ્રવર્તન સંસ્થાન’ ના 25મા વર્ષની ઉજવણી નિમિત્તે ‘કસ્ટમાઇઝ્ડ ડાક ટિકટ’ અને ‘વિશેષ આવરણ’ બહારપાડ્યું

ભારતના ડાક વિભાગ દ્વારા રાષ્ટ્રીય નવપ્રવર્તન સંસ્થાનના 25મા વર્ષની ઉજવણી માટે એક ‘કસ્ટમાઇઝ્ડ ડાક ટિકટ’ અને એક વિશેષ આવરણ અને વિરૂપણ બહાર પાડ્યું. 2 માર્ચ 2025 ના રોજ અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રાજ્યમંત્રી) શ્રી જગદીશ …

Read More »

ઘરે બેઠાં પોસ્ટમેન દ્વારા મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ, ખેડૂતોએ બેંક અથવા એટીએમ પર જવાની જરૂર નથી – પોસ્ટમાસ્ટર જનરલ શ્રીકૃષ્ણ કુમાર યાદવ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ બિહારના ભાગલપુરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજના નો બહુપ્રતીક્ષિત ૧૯ મો હપ્તો બહાર પાડ્યો ત્યારે ખેડૂતોએ અને તેમના પરિવારજનોમાં હર્ષ અને ઉત્સાહ છવાઈ ગયો. પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ડીબીટી મારફતે દેશભરના 2.41 કરોડ મહિલાઓ સહિત 9.8 કરોડથી વધુ લાભાર્થી ખેડુતોના બેંક ખાતામાં સીધી રીતે 22 હજાર કરોડથી વધુ રકમ …

Read More »

આધાર સાથે મોબાઈલ નંબર જોડવાનો અથવા અપડેટ કરવાનો વિકલ્પ પોસ્ટમેનના માધ્યમથી ઉપલબ્ધ- પોસ્ટમાસ્ટર જનરલ શ્રીકૃષ્ણ કુમાર યાદવ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ બિહારના ભાગલપુરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજના નો બહુપ્રતીક્ષિત ૧૯ મો હપ્તો બહાર પાડ્યો ત્યારે ખેડૂતોએ અને તેમના પરિવારજનોમાં હર્ષ અને ઉત્સાહ છવાઈ ગયો. પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ડીબીટી મારફતે દેશભરના 2.41 કરોડ મહિલાઓ સહિત 9.8 કરોડથી વધુ લાભાર્થી ખેડુતોના બેંક ખાતામાં સીધી રીતે 22 હજાર કરોડથી વધુ રકમ …

Read More »

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી …

Read More »

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચંદીગઢમાં લેબર બ્યૂરો, ઇપીએફઓ અને ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ચંદીગઢની મુલાકાત લીધી હતી અને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની મુખ્ય સંસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરો અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) મોડલ હોસ્પિટલ, ચંદીગઢની મુલાકાત લીધી હતી. તેમની ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કર્યું હતું અને હિતધારકો સાથે વાતચીત …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનાં મુખ્યમંત્રી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનાં વહીવટકર્તા તથા મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવ, સહકાર મંત્રાલયના સચિવ, પશ્ચિમી ક્ષેત્રના …

Read More »