Friday, January 09 2026 | 06:32:01 PM
Breaking News

Regional

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, BIS અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો માટે ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગના ધોરણો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓની સમજ અને જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) ના માનનીય સચિવ શ્રી મનસુખ સાવલીયાના સ્વાગત પ્રવચનથી થઈ. શ્રી મનસુખ સાવલીયાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર ક્ષેત્રમાં ગુણવત્તા માનકો અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે ઉદ્ઘાટન ભાષણ આપ્યું. શ્રી સુમિતસેંગરે પોતાના ભાષણમાં, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યોની રૂપરેખા આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોનું ઉદ્યોગ પાલન સુનિશ્ચિત કરવા માટે BIS ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ભાર મૂક્યો કે પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી જાગૃતિ પહેલ કેવી રીતે મહત્વપૂર્ણ છે. BIS ખાતે ઉપનિદેશક અને વૈજ્ઞાનિક સી શ્રી અજય ચંદેલે BIS પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા ધોરણોની ઊંડાણપૂર્વક ઝાંખી આપી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક/વૈજ્ઞાનિક ડી. એ BIS લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને ઉત્પાદન ધોરણો જાળવવા અને ગ્રાહક સલામતી સુનિશ્ચિત કરવામાં ગુણવત્તા નિયંત્રણ આદેશોની ભૂમિકા સમજાવી. કાર્યક્રમ દરમિયાન એક ઓપન હાઉસ સત્ર પણ યોજાયું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ શ્રી સુમિતસેંગર, BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ વક્તાઓ, સહભાગીઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમ ગુણવત્તા માનકો, પાલન અને ઉત્પાદન પદ્ધતિઓમાં નવીનતા પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપીને પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે BIS અમદાવાદના પ્રયાસોને રેખાંકિત કરે છે.

Read More »

પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે. ઓડિશામાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ઓડિશા સરકાર દ્વારા …

Read More »

ગૃહ મંત્રાલય અને યુવા બાબતો તેમજ ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મા આદિવાસી યુવા આદન પ્રદાન કાર્યક્રમનું સમાપન

ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી …

Read More »

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય …

Read More »

ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ ‘નું પણ આયોજન કરવામાં આવ્યું

ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ …

Read More »

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ભવ્ય ઉદ્ઘાટન

પ્રયાગરાજના પ્રતિષ્ઠિત મહાકુંભ મેળામાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનનું ઉદ્ઘાટન ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું, જે કેન્દ્રશાસિત પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, જીવંત પરંપરાઓ અને નોંધપાત્ર વિકાસ યાત્રાનું પ્રદર્શન કરે છે. ઉદ્ઘાટન સમારોહમાં શ્રી વિજય વિશ્વાસ પંત, IAS, વિભાગીય કમિશનર, પ્રયાગરાજ અને શ્રી તરુણ ગૌબા, IPS, પોલીસ કમિશનર, પ્રયાગરાજ, પ્રતિષ્ઠિત મહેમાનો અને મીડિયા …

Read More »

કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા છે : ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે શ્રી કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા અને તેમણે અનામત લાગુ કરાવ્યું કે જેનાથી મોટી સંખ્યામાં લોકો માટે વિશાળ તકો ખુલી હતી. બિહારના સમસ્તીપુરમાં શ્રી કર્પૂરી ઠાકુરની 101મી જન્મ જયંતિ પર આયોજિત સ્મારક કાર્યક્રમને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતના મહાન સપૂત …

Read More »

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 150થી વધુ વ્યક્તિઓને આમંત્રણ

ભારત આ વર્ષે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ત્યારે તેની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકાર પ્રયત્નરત છે. આ ઉજવણીને સામન્ય લોકો સુધી પંહોચડવા માટે સરકારે આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે  નવી દિલ્લીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા …

Read More »

મહાકુંભ 2025: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અલ્હાબાદ મ્યુઝિયમમાં ‘ભાગવત’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઈકાલે અલ્હાબાદ મ્યુઝિયમમાં લઘુચિત્રો પર આધારિત ભાગવત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ મહાકુંભનાં પવિત્ર અને દિવ્ય પ્રસંગને વધારે ભવ્ય અને અદ્વિતીય બનાવવા પ્રયાસરત છે. પ્રયાગરાજનાં આ ઐતિહાસિક સંગ્રહાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘ભાગવત’ પ્રદર્શન આ વિશેષ અવસરને શણગારવાનો એક સાર્થક પ્રયાસ …

Read More »

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાતના હાલોલ ખાતે કુદરતી ખેતી પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન

ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી ખેતીની પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમ અને માનવીય જરૂરિયાતોનાં પરસ્પરાવલંબનને ઓળખે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલમાં આજે કુદરતી ખેતી પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે, કુદરતી ઇકોસિસ્ટમ્સ પુનઃસ્થાપિત …

Read More »