Thursday, December 25 2025 | 04:52:55 AM
Breaking News

ભારતીય કેરી નિકાસને પ્રોત્સાહન આપવા માટે APEDA દ્વારા અબુ ધાબીમાં ‘ઇન્ડિયન મેંગો મેનિયા 2025’નું આયોજન

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને કેરીની વૈશ્વિક હાજરી વધારવાના તેના ચાલુ પ્રયાસોના ભાગ રૂપે અબુ ધાબીમાં કેરી પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ‘ઇન્ડિયન મેંગો મેનિયા 2025’નો પ્રારંભ થયો – જે UAEમાં ભારતીય દૂતાવાસ અને લુલુ ગ્રુપના સહયોગથી …

Read More »

સમૃદ્ધ ગુજરાત – કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભવ્ય પ્રદર્શન

અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે સમસા ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શાખાઓ અને સાહસોના સહયોગ થકી ત્રિ-દિવસીય પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ તેમજ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સાહસો દ્વારા યોજાયેલા પ્રદર્શનો શાળાના વિધાર્થીઓ તેમજ આઇ. ટી અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા. પ્રદર્શન વિશે વાત કરતાં લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સમસા ફાઉન્ડેશન દ્વારા આજે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દેશના વિવિધ રાજ્યોની સરકારી યોજનાઓનો લાભ મળી શકે અને સરકાર લાભાર્થીઓ સુધી પહોંચી શકે. ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે, દેશના સફળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ પશ્ચિમમાં આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેથી દેશના ગરીબ, મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના લોકોને લાભ મળી શકે. હું ખાસ કરીને અમદાવાદના લોકોને વિનંતી કરું છું કે, દરેક વ્યક્તિએ આ ત્રણ દિવસીય પ્રદર્શન કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. આ પ્રદર્શનમાં ઇન્સ્યોરન્સ કંપની, બેન્કિંગ કંપની, એરોનોટિકલ કંપની વગેરે જેવા દેશના 50 થી વધું સ્ટોલનું અહીં લોકો માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે, લોકો તેનો લાભ લે અને તેમના જીવનની અંદર પરિવર્તન આવે, તે માટે આજે ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદર્શનનું વિશેષ આકર્ષણ ભારતના વંશીય સર્વોચ્ચતાનો વિતરણ (ખાદી, શણ, વાંસ અને બાગાયતી) અન્ય આકર્ષણો વિજ્ઞાન અને પ્રોદ્યોગિક, નાણાં બેંકિંગ અને વીમા, સ્વાસ્થ્ય અને કલ્યાણ, કૃષિ અને બાગાયતી, હસ્તકલા અને હસ્તશિલ્પ, અંતરિક્ષ વિજ્ઞાન અને પરમાણુ ઉર્જા, વાણિજ્ય અને વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર …

Read More »

ઘાના પ્રજાસત્તાકની સંસદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

માનનીય સ્પીકર, ગૃહના નેતાઓ, માનનીય સંસદ સભ્યો, રાજ્ય પરિષદના સભ્યો, રાજદ્વારી કોર્પ્સના સભ્યો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ગા માન તાસે, સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ, નાગરિક સમાજ સંગઠનો, ઘાનામાં ભારતીય સમુદાય, માચ્છે! શુભ સવાર! આજે આ માનનીય ગૃહને સંબોધન કરવાનો મને ખૂબ જ ગર્વ છે. ઘાનામાં હોવું એ એક લહાવો છે – એક એવી …

Read More »

ઘાનાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

મહામહિમ રાષ્ટ્રપતિ જોન મહામા, બંને દેશોના પ્રતિનિધિઓ, બધા મીડિયા મિત્રો, નમસ્કાર! ત્રણ દાયકાના લાંબા ગાળા પછી, કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાતે આવી રહ્યા છે. આ તક મળવી મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. “આયે મેં અનેજે સે મેવોહા” ઘાનામાં અમારું જે ઉષ્મા, આદર અને સૌહાર્દ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે તેના …

Read More »

ઘાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

આજે, હું 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પાંચ દેશોની મુલાકાતે રવાના થઈ રહ્યો છું. રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ …

Read More »

ડ્રગ સિન્ડિકેટ્સે ટેલિગ્રામ, ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ અને અનામી ડ્રોપ-શિપર્સનો ઉપયોગ કર્યો હતો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વૈશ્વિક ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને અન્ય એજન્સીઓને અભિનંદન આપ્યા છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દરેક ડ્રગ ગેંગ, ભલે તે કોઈપણ સ્થળેથી કાર્યરત હોય, તેને ખતમ કરવા અને દેશના યુવાનોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. X પ્લેટફોર્મ …

Read More »

જૂન 2025માં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી માસિક ઉત્પાદન અને ડિસ્પેચ

જૂન મહિનામાં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન 15.57 મિલિયન ટન (MT) નોંધાયું છે, અને ડિસ્પેચ 17.31 મિલિયન ટન (MT) નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઉત્પાદનમાં 16.39% અને ડિસ્પેચમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 13.03%નો વધારો થયો છે. આ સુધારેલી કાર્યક્ષમતા અને ખાણકામ ક્ષમતાના વધુ સારા ઉપયોગને પ્રતિબિંબિત કરે છે. સંલગ્ન ગ્રાફ સ્પષ્ટપણે પ્રથમ …

Read More »

ગુરુવારે સર ટી. હોસ્પિટલ ખાતે યોજાશે એસેસમેન્ટ કેમ્પ, ત્યારબાદ જુદા-જુદા તાલુકા મથકો ખાતે આયોજન : મંત્રી નિમુબેન બાંભણિયાનું સતત માર્ગદર્શન

ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે. પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ અવસરનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ (ફોલ્ડિંગ ખુરશી) સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓની (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે. શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને આવવા – જવા માટે બસની  વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો  તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.

Read More »

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સી-ફ્લડ, એકીકૃત પૂર પુર્વાનુમાન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી, જળ શક્તિ દ્વારા એકીકૃત Flood inundation Model (FIM) ડિસેમિનેશન પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC), જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD & GR), જળ શક્તિ મંત્રાલય દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી એકીકૃત જળ પૂર આગાહી પ્રણાલી, …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 જુલાઈ, 2025) ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી …

Read More »