Saturday, December 27 2025 | 10:09:03 PM
Breaking News

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનને જાહેર મુલાકાત માટે ખુલ્લું મુક્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(20 જૂન, 2025) દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. તેમણે મુલાકાતી સુવિધા કેન્દ્ર, કાફેટેરિયા અને સોવેનિયર શોપ સહિતની જાહેર સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રપતિ નિકેતન ખાતે રાષ્ટ્રપતિ ઉદ્યાનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ગઈકાલે (19 જૂન, 2025) રાષ્ટ્રપતિ નિકેતન ખાતે એક એમ્ફીથિયેટરનું પણ ઉદ્ઘાટન …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા …

Read More »

આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ

રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)એ આજે તેના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું જાહેર કર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે. પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત  અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા. યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. “અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ,” આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. “આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો  અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.”

Read More »

શ્રી શિવસુબ્રમણ્યમ રમણે PFRDAના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો

શ્રી શિવસુબ્રમણ્યમ રમણે 20 જૂન 2025ના રોજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ભારત સરકાર દ્વારા 8 એપ્રિલ 2025ના રોજ જાહેરનામા દ્વારા તેમને ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ માટે અથવા તેઓ 65 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી અથવા આગામી આદેશ સુધી, જે પણ વહેલું હોય ત્યાં સુધી નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી રમણ 1991 બેચના ભારતીય …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકમાં આદિચુંચનગિરી યુનિવર્સિટી (ACU) ના બેંગલુરુ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકમાં આદિચુંચનગિરી યુનિવર્સિટી (ACU)ના બેંગલુરુ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આપણી સંસ્કૃતિનો મૂળ મુદ્દો એ છે કે સર્વજન હિતાય, સર્વજન સુખાય એટલે કે આપણે આપણા સિવાય સમગ્ર સમાજ વિશે વિચારવું …

Read More »

ભારત – ક્રોએશિયાના નેતાઓનું નિવેદન

ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર, ભારતીય પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2025નાં રોજ ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની વધતી ગતિને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી પ્લેન્કોવિક અને પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધો, ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારી અને બહુપક્ષીય મંચ પર સહયોગને વધુ આગળ વધારવા …

Read More »

પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે અને સાંજે 4:15 વાગ્યે ઓડિશા રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સ્તરના સમારોહની અધ્યક્ષતા …

Read More »

ક્રોએશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રેસ નિવેદન

મહામહિમ પ્રધાનમંત્રી, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના સાથીઓ, નમસ્કાર! આભાર! ઝાગ્રેબની આ ઐતિહાસિક અને સુંદર ભૂમિ પર મારું ઉત્સાહ, ઉષ્મા અને સ્નેહ સાથે સ્વાગત કરવા બદલ હું પ્રધાનમંત્રી અને ક્રોએશિયા સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની આ પહેલી મુલાકાત છે. અને મને તેનું સૌભાગ્ય મળ્યું છે. …

Read More »

નીમુબેન બાંભણીયા અને જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે માઢીયા અને સનેસ ગામની સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ભાવનગરના ભાલ વિસ્તારના પ્રભાવિત ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ભાલ વિસ્તારના ગામો પાળીયાદ, દેવળીયા, માઢીયા, સનેશ, રાજગઢ, મીઠાપર અને સવાઈનગર ગામોમાં વરસાદી પાણી ભરાઇ જવાને લીધે નિકાલ થતું ના હોઈ જેને લીધે લોકોના ઘરોમાં પાણી …

Read More »

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ – ભારતનો સંવાદિતા અને સુખાકારીનો વૈશ્વિક સંદેશ

કી ટેકવેઝ થીમ 2025: “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ“, જે યોગને સ્થિરતા અને વૈશ્વિક સુખાકારી સાથે જોડે છે. સિગ્નેચર ઇવેન્ટ્સ: યોગ સંગમ, યોગ બંધન, હરિત યોગ, યોગ સામવેશ અને યોગ અનપ્લગ્ડ જેવા 10 લક્ષિત ઇવેન્ટ્સ યોગના વર્ણનને વિસ્તૃત કરવા માટે. સ્કેલ પર CYP: સમગ્ર ભારતમાં 1 લાખ+ સ્થળો 21 જૂન, 2025ના રોજ વિશાખાપટ્ટનમથી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંક્રનાઇઝ્ડ કોમન યોગ પ્રોટોકોલ સત્રોનું આયોજન કરશે . કાઉન્ટડાઉન ઝુંબેશ અને પુરસ્કારો: 100, 75, 50 અને 25 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી કાઉન્ટડાઉન …

Read More »