Tuesday, August 25 2026 | 10:59:00 AM
Breaking News

ભારતનો ઉર્જા લેન્ડસ્કેપ – ટકાઉ ઉર્જા સાથે વિકાસને વેગ આપવો

મુખ્ય મુદ્દાઓ જૂન 2025 સુધીમાં ભારતની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા 476 GW સુધી પહોંચી ગઈ. 2013-14માં વીજળીની અછત 4.2%થી ઘટીને 2024-25માં 0.1% થઈ ગઈ. 2. 8 કરોડથી વધુ ઘરોમાં વીજળીકરણ થયું, માથાદીઠ વીજળીનો વપરાશ 45. 8% વધ્યો. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં 235.7 GW (49%) ફાળો આપે છે, જેમાં 226.9 GW નવીનીકરણીય અને 8.8 GW પરમાણુનો સમાવેશ થાય છે. થર્મલ પાવર પ્રબળ રહે છે, જે 240 GW અથવા સ્થાપિત ક્ષમતાના 50.52% હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં …

Read More »

ડાક વિભાગે ‘ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉત્સાહભેર ઉજવ્યો

૨૧ જૂન, ૨૦૨૫ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્રના વિવિધ મંડળો અને પોસ્ટઓફિસોમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડાક વિભાગ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો. તેમાં ડાક કર્મચારીઓ તેમજ તેમના પરિવારો અને સમુદાયે ભાગ લીધો હતો. યોગ દિવસ-૨૦૨૫ ની થીમ ‘ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ ‘ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ટપાલ વિભાગના અધિકારીઓ અને …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર “એક થવું” છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાંધીનગર ખાતે DMAPR- આણંદના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ICAR-ડિરેક્ટોરેટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ રિસર્ચ, (DMAPR) આણંદના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્ય યોજનાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે, માનનીય મંત્રીએ સંસ્થા દ્વારા …

Read More »

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

“એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ‌” થીમ હેઠળ‌ ભાવનગરમાં આજે 11માં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો‌ હતો. આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું …

Read More »

ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોના જવાનો દ્વારા યોગાભ્યાસ દ્વારા મેળવેલ નિયંત્રણ અને આંતરિક શક્તિને પ્રતિબિંબિત કરે છે: શ્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 21 જૂન, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડ ખાતે લગભગ 2,500 સૈનિકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણીમાં સશસ્ત્ર દળોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં, યોગને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો અને ભાર મૂક્યો કે આ પ્રથા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ગુજરાતના અમદાવાદમાં લોકો સાથે યોગ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ગુજરાતના અમદાવાદમાં પ્રદેશના લોકો સાથે યોગ કર્યો. ‘X’ પરની તેમની પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું કે ‘યોગ’, જે મન, શરીર અને મગજમાં એકતા લાવે છે, તે આજે વિશ્વભરના લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. બીજી એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે યોગ સદીઓથી …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનને જાહેર મુલાકાત માટે ખુલ્લું મુક્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(20 જૂન, 2025) દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. તેમણે મુલાકાતી સુવિધા કેન્દ્ર, કાફેટેરિયા અને સોવેનિયર શોપ સહિતની જાહેર સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રપતિ નિકેતન ખાતે રાષ્ટ્રપતિ ઉદ્યાનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ગઈકાલે (19 જૂન, 2025) રાષ્ટ્રપતિ નિકેતન ખાતે એક એમ્ફીથિયેટરનું પણ ઉદ્ઘાટન …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા …

Read More »

આરઆરયુએ શરૂ કરી પેપરલેસ પરીક્ષા, વિકાસની દિશામાં વધુ એક હરણફાળ

રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (આરઆરયૂ)એ આજે તેના ગુજરાત કેમ્પસમાં પેપરલેસ પરીક્ષા પ્રણાલી લાગુ કરી હોવાનું એક ક્રાંતિકારી પગલું જાહેર કર્યું છે. યુનિવર્સિટીએ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગાના સહકારથી વિવિધ કાર્યક્રમોમાં પેપરલેસ પરીક્ષાઓ યોજી છે. આ પર્યાવરણમૈત્રી પરીક્ષા પ્રક્રિયામાં કુલ 1,341 વિદ્યાર્થીએ ભાગ લીધો, જે યુનિવર્સિટીની નવીન્ય અને પર્યાવરણ માટેની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પહેલ યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં પર્યાવરણીય સ્થિરતા અને કામગીરીની અસરકારકતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું છે. પેપરલેસ પરીક્ષા પદ્ધતિનો અમલ પર્યાવરણીય જવાબદારી અને શૈક્ષણિક પ્રક્રિયાઓના સુધારા પ્રતિ આરઆરયૂની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. યુનિવર્સિટીનો હેતુ માત્ર પર્યાવરણ પર પડટી વિપરીત  અસરને ઓછું કરવાનો નથી, પરંતુ પરીક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવવી અને પરિણામોની ઝડપી જાહેરાત સુનિશ્ચિત કરવાનો પણ છે. આ નવીન પગલાંને કારણે ઉત્તરમૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને લાભ થશે. આ ટેક્નોલોજી અપનાવવાના પરિણામે આરઆરયૂએ સાત કાર્યદિવસની અંદર પરિણામ જાહેર કર્યું છે. ચારુસત યુનિવર્સિટી, ચાંગા સાથેનો સહકાર શિક્ષણક્ષેત્રે સંયુક્ત નવીનતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પેપરલેસ પ્રણાલીમાં પરિવર્તનથી અનેક લાભ મળવાની શક્યતા છે, જેમ કે, કાગળના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણીય સ્થિરતાને વધારશે, ઉત્તરમૂલ્યાંકનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની, પરિણામ વહેલાં જાહેર કરવા માટે,પરીક્ષા પદ્ધતિમાં વધુ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટની શક્યતા. યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓને સરળ અને કાર્યક્ષમ પરીક્ષા અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. “અમે પેપરલેસ પરીક્ષા પદ્ધતિ શરૂ કરીને ગૌરવ અનુભવી રહ્યાં છીએ,” આરઆરયૂના પ્રવક્તાએ કહ્યું. “આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને પર્યાવરણની સુખાકારી માટે ટેક્નોલોજી અપનાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે આ નવી પદ્ધતિ પરીક્ષાનો  અનુભવ વધુ સારો અને યાદગાર બનાવશે અને એક વધુ સુરક્ષિત ભવિષ્યમાં નોધપાત્ર યોગદાન આપશે.”

Read More »