Saturday, September 19 2026 | 03:33:48 AM
Breaking News

સંરક્ષણ મંત્રીએ ચીનના કિંગદાઓમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી

Connect us on:

26 જૂન, 2025ના રોજ ચીનના કિંગદાઓ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે રશિયન સંરક્ષણ મંત્રી શ્રી આન્દ્રે બેલોસોવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને મંત્રીઓએ વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિ, સરહદ પાર આતંકવાદ અને ભારત-રશિયા સંરક્ષણ સહયોગને આવરી લેતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

રશિયન સંરક્ષણ મંત્રીએ લાંબા સમયથી ચાલતા ભારત-રશિયા સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે અને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક અને કાયર આતંકવાદી કૃત્ય પર ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી.

ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં અને તેના પરિણામે સંરક્ષણ ઉત્પાદન વધારવાની જરૂરિયાત, ખાસ કરીને હવાઈ સંરક્ષણ, હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો, આધુનિકીકરણ ક્ષમતાઓ અને હવાઈ પ્લેટફોર્મના અપગ્રેડેશન જેવી મહત્વપૂર્ણ બાબતોમાં બંને દેશોના નેતાઓ વચ્ચે તાજેતરના સમયમાં યોજાયેલી આ સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાંની એક હતી. S-400 સિસ્ટમનો પુરવઠો, Su-30 MKI અપગ્રેડ અને સમયમર્યાદામાં મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેરની ખરીદી આ બેઠકના મુખ્ય મુદ્દાઓ હતા.

About Matribhumi Samachar

Check Also

ભારત-બ્રાઝિલ આર્થિક ભાગીદારી: TMMની 8મી બેઠકમાં 2030 સુધીમાં USD 30 બિલિયનના વેપારનો લક્ષ્યાંક

ભારત અને બ્રાઝિલ વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો એક નવા શિખરે પહોંચી રહ્યા છે. તાજેતરમાં …