Monday, January 05 2026 | 12:58:03 PM
Breaking News

Tag Archives: Bengaluru

એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે …

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકરિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે. ગૃહમંત્રીએ આ પહેલાં 22 જૂન, 2024ના રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-3થી ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર …

Read More »

રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝઃ એરો ઈન્ડિયા 2025નું આયોજન તારીખ 10 થી 14 ફેબ્રુઆરી સુધી બેંગલુરુમાં યોજાશે

એશિયાના સૌથી મોટા એરો શો – એરો ઈન્ડિયા 2025ની 15મી આવૃત્તિ તારીખ 10 થી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન કર્ણાટકના બેંગલુરુ ખાતે એરફોર્સ સ્ટેશન, યેલાહંકા ખાતે યોજાશે. ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ની વ્યાપક થીમ સાથે, આ કાર્યક્રમ વિદેશી અને ભારતીય કંપનીઓ વચ્ચે ભાગીદારી સ્થાપવા અને સ્વદેશીકરણની પ્રક્રિયાને વેગ આપવા અને …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ બેંગાલુરુમાં NIMHANSની સુવર્ણ જયંતી સમારંભની શોભા વધારી

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (3 જાન્યુઆરી, 2025) બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે, અસાધારાણ દર્દીની સંભાળ સાથે નવીન સંશોધન અને કઠોર શૈક્ષણિક કાર્યક્રમે NIMHANSને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં નિર્વિવાદ લીડર બનાવી દીધા છે. સમુદાય-આધારિત માનસિક આરોગ્ય સંભાળના બેલ્લારી મોડેલે ઇતિહાસ રચ્યો છે. હવે, ટેલિ માનસ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ નોંધતા આનંદ થાય છે કે દેશભરમાં 53 ટેલિ માનસ સેલે છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની પસંદ કરેલી ભાષામાં લગભગ 17 લાખ લોકોને સેવા આપી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતકાળમાં, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને ચિંતાઓ પર કેટલાક સમાજોમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે, તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધી રહી છે. માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને કલંક ભૂતકાળની વાત છે, જેના કારણે વિવિધ બિમારીઓથી પીડાતા લોકો માટે મદદ લેવાનું સરળ બને છે. ખાસ કરીને આ તબક્કે આ એક આવકારદાયક વિકાસ રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં વિવિધ માનસિક આરોગ્યના મુદ્દાઓ રોગચાળાનું પ્રમાણ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વધતી જાગૃતિથી દર્દીઓ માટે તેમની સમસ્યાઓ શેર કરવાનું શક્ય બન્યું છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે નિમ્હાંસે ગમે ત્યારે ગમે ત્યાં કાઉન્સેલિંગની સુવિધા આપવા માટે ટેલિ માનસ અને બાળક અને કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંવાદ પ્લેટફોર્મ જેવી ઘણી પહેલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને સંતો પાસેથી મળેલા જ્ઞાન અને જીવનના પાઠ આપણને બધાને એક આધ્યાત્મિક માળખું વિકસાવવામાં મદદ કરી શકે છે, જેની અંદર આપણે જીવનના ઉતાર-ચડાવને સમજી શકીએ છીએ જે મનના સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે વિશ્વમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તેના મૂળમાં મન છે. તેમણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની તકલીફ દૂર કરવા માટે યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સંભાળની પદ્ધતિઓ સાથે સફળતાપૂર્વક સામેલ કરવા બદલ NIMHANSની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્ઞાન અને બુદ્ધિની સાથે કરુણા અને દયા ડૉક્ટર્સ અને અન્ય માનસિક હેલ્થકેર નિષ્ણાતોને તમામ પરિસ્થિતિઓમાં દરેક સમયે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવામાં માર્ગદર્શન કરશે.

Read More »