Tuesday, January 27 2026 | 03:15:47 AM
Breaking News

Tag Archives: Indian Postal Department

ભારતીય ડાક વિભાગ કરશે 55મી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગ દ્વારા પત્ર લેખનની વિધાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 થી 15 વર્ષની વયના બાળકો માટે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને પત્ર …

Read More »

‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં ભારતીય ડાક વિભાગ દેશના દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ડાક સેવાઓની સમીક્ષા કરી, લક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ પર ભાર મૂક્યો ભારતીય ડાક વિભાગ ‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં દેશના ગ્રામ્ય તેમજ દૂરના વિસ્તારો સુધી વિશ્વસનીય સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. નવીનતમ ટેકનોલોજી અને નવતર પહેલોના માધ્યમથી ડાક વિભાગ …

Read More »

ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ ઊજવ્યો; બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠે કરાયો પ્રસ્તાવના–પાઠ અને વાચન

ભારતીય ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં 26 નવેમ્બર, 2025 ના રોજ ‘બંધારણ દિવસ‘ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે, બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠ નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પઠન  અને વાંચન કર્યું. હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસ્તાવના પુનરાવર્તન કરીને બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે જાહેર કર્યું વિશેષ કવર

‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે 21 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વીરૂપણ બહાર પાડવામાં આવ્યું, જેનું વિમોચન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું. “બોર્ડર સિક્યુરિટી ફોર્સ – ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ (1965–2025)” વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા …

Read More »

ભારતીય ડાક વિભાગની સેવાઓ વધુ હાઈટેક બનશે, પોસ્ટ ઓફિસોમાં IT આધુનિકીકરણ – 2.0 શરૂ કરવામાં આવ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ તેની સેવાઓને વધુ અદ્યતન બનાવવા માટે હાઈટેક બનાવી રહ્યું છે. આ ક્રમમાં, ડાક વિભાગે IT આધુનિકીકરણ-2.0 અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘કેશલેસ ઇન્ડિયા’ તરફ ડાક વિભાગનું આ ‘ગ્રાહકલક્ષી’ પગલું છે, જેના દ્વારા શહેરો તેમજ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત શાખા પોસ્ટ ઓફિસોને …

Read More »

ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. …

Read More »