Saturday, December 06 2025 | 06:15:40 AM
Breaking News

Tag Archives: Kashi Tamil Sangamam

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને કાશી તમિલ સંગમમ 4.0 ને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનએ કાશી અને તમિલનાડુ વચ્ચેના અતૂટ સાંસ્કૃતિક સંબંધની ઉજવણી કરતા કાશી તમિલ સંગમમના ચોથા સંસ્કરણના અવસર પર એક વિશેષ વીડિયો સંદેશ આપ્યો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે 2022માં આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન કાશી તમિલ સંગમમના શુભારંભ પછી, આ પહેલ એક મુખ્ય રાષ્ટ્રીય મંચ તરીકે વિકસિત થઈ છે જે ગંગાની સંસ્કૃતિ અને કાવેરીની પરંપરાઓને એકસાથે લાવે છે અને આ ઉત્તર અને દક્ષિણની સાંસ્કૃતિક એકતા અને તેમના સહિયારા સભ્યતાગત વારસાનું પ્રતીક છે. તેમણે 30 નવેમ્બરના રોજ પ્રસારિત થયેલી મન કી બાતમાં પ્રધાનમંત્રીની તાજેતરની ટિપ્પણીઓને યાદ કરી, જેમાં પ્રધાનમંત્રીએ સંગમમને દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક અને દુનિયાના સૌથી પ્રાચીન જીવંત શહેરોમાંના એક વચ્ચેના ‘સંગમ’ તરીકે વર્ણવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કર્યો કે તમિલને તેનું યોગ્ય સન્માન અને નિરંતર રાષ્ટ્રીય સમર્થન મળી રહ્યું છે. તેમણે આ વર્ષની થીમ, “આવો તમિલ શીખીએ”નું સ્વાગત કર્યું, જે ભાષાકીય અને સાંસ્કૃતિક સદ્ભાવનાને મજબૂત કરે છે. તેમણે ચેન્નાઈની કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થા દ્વારા પ્રશિક્ષિત પચાસ હિન્દી ભાષી તમિલ શિક્ષકો અને સંયોજકોની પહેલની પ્રશંસા કરી, જે 15 દિવસના સમયગાળામાં પચાસ સરકારી અને ખાનગી શાળાઓના 1,500થી વધુ વિદ્યાર્થીઓને પાયાનું તમિલ શીખવવા માટે વારાણસી પહોંચ્યા છે. તમિલનાડુ અને કાશી વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક જોડાણોને ફરીથી શોધવાના પ્રયાસો પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ …

Read More »