ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે કચ્છ-ભુજમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં ટર્નવુડ મશીનો, વિદ્યુત ચાલિત ચાકનું અને પરંપરાગત ચરખાનું વિતરણ કર્યું હતું. ખાવડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, ભુજ હાટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં 80 વિદ્યુત ચાલિત ચાક અને 90 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ હાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 349.99 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત થયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે. કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે. શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે. વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Read More »KVIC એ ‘કુંભાર સશક્તિકરણ કાર્યક્રમ’ હેઠળ કુંભારોને 110 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, અધ્યક્ષ શ્રી મનોજ કુમાર એ ગુરુવારે ગુજરાતના આણંદમાં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન 110 કુંભારોને વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત માટીકામ કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પુનઃજીવિત કરવાનો અને દેશના કુંભાર સમુદાયને આત્મનિર્ભર બનાવવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કારીગરો અને લાભાર્થીઓને સંબોધતા શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ ભારતના પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવા અને સશક્ત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. કુંભારોને આધુનિક સાધનો પૂરા પાડવા એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 30,000 થી વધુ વિદ્યુત ચાલિત ચાકનું અને સંબંધિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં, અમદાવાદ સ્થિત રાજ્ય કચેરીએ ગયા વર્ષે 370 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણ કર્યું હતું અને 900 લાભાર્થીઓને તાલીમ આપી હતી. આ વર્ષે રાજ્ય કચેરી અમદાવાદને 690 વિદ્યુત ચાલિત ચાકનું વિતરણનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યુ છે. આ યોજના હેઠળ આપવામાં આવેલા આધુનિક ચાક માટીકામની કળાને એક નવો આયામ તો આપ્યો જ છે પરંતુ ઉત્પાદન ક્ષમતામાં પણ ત્રણથી ચાર ગણો વધારો કર્યો છે. પરિણામે કુંભાર સમાજની આવકમાં પણ ચાર ગણો નોંધપાત્ર વધારો થયો છે. શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, “વિદ્યુત ચાલિત ચાકની મદદથી માટીકામ કલાને નવું જીવન મળ્યું છે. આ માત્ર કુંભારોને આર્થિક રીતે સશક્ત બનાવતું નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાને પણ સમૃદ્ધ બનાવે છે. આ યોજના પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ છે.” કાર્યક્રમ દરમિયાન શ્રી મનોજ કુમારે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં ‘ખાદી ક્રાંતિ’એ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂ. 1.55 લાખ કરોડના આંકને વટાવી ગયું છે, જે માત્ર ખાદીની લોકપ્રિયતા જ નહીં પરંતુ ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો પુરાવો પણ છે. ગત નાણાકીય વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં 10.17 લાખ નવી રોજગારીની તકો ઊભી થઈ છે. આ પ્રધાનમંત્રી મોદીની દૂરદર્શી નીતિઓ અને ખાદીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસોનું પરિણામ છે. આ કાર્યક્રમમાં KVIC રાજ્ય કચેરી અમદાવાદ સાથે સંકળાયેલ ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો, PMEGP ઉદ્યમિઑ, લાભાર્થી કારીગરો અને આયૉગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યુત ચાલિત ચાક પ્રાપ્ત કર્યા બાદ ઉપસ્થિત કુંભારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને KVIC પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Read More »
Matribhumi Samachar Gujarati