Wednesday, December 10 2025 | 01:43:34 AM
Breaking News

Tag Archives: Narendra Modi

પ્રધાનમંત્રીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા શ્રી રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. શ્રી રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે …

Read More »

પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશના મંત્રીઓ, સાથી સાંસદો અને ધારાસભ્યો, પ્રયાગરાજના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય મહાનુભાવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું …

Read More »

જલ જીવન મિશન મહિલા સશક્તિકરણને ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં આગળ વધારી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આજે ​​ભારપૂર્વક જણાવ્યું હતું કે જલ જીવન મિશન મહિલા સશક્તિકરણને આગળ વધારી રહ્યું છે, ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં. તેમણે ઉમેર્યું હતું કે તેમના ઘરઆંગણે સ્વચ્છ પાણી સાથે, મહિલાઓ હવે કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. X પર એક વિડિયો પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું: “જલ જીવન મિશન એક સારા …

Read More »

પ્રધાનમંત્રીએ ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું. X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું: “ઐતિહાસિક અને અનુકરણીય! ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ …

Read More »

પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણિયા ભારતીને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કવિ અને લેખક સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તેમની રચનાઓનું સંકલન રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ …

Read More »

એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના વિઝનનું સમર્થન કરે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું  કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું: “કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે …

Read More »