નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર) અમદાવાદ, ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ), જામનગર દ્વારા આયુર્વેદ સાથે આધુનિક ફાર્માસ્યુટિકલ વિજ્ઞાનને એકરૂપ કરવાના હેતુથી સહયોગ માટેનું માળખું સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને નવીનતાને આગળ વધારવા બંને મુખ્ય સંસ્થાઓની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. એમઓયુના મુખ્ય ઉદ્દેશો છે બંને સંસ્થાઓમાં આયુર્વેદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે રુચિ અને ક્ષમતામાં વધારો કરીને સંશોધન અને તાલીમને પ્રોત્સાહન આપવું. વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સમજણ વધારવી તથા સંબંધિત ક્ષેત્રોમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને મેનેજમેન્ટ સાથે સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમજણ સુલભ કરવી. આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે નાઇપર અમદાવાદ અને આઇટીઆરએ જામનગર નીચે મુજબની પહેલો હાથ ધરશે. સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ: આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આયુર્વેદના સિદ્ધાંતોની સમજણને ગાઢ બનાવવા સંયુક્ત સંશોધન હાથ ધરવું અને તેનું નિરીક્ષણ કરવું. કાર્યક્રમો અને જ્ઞાનનું આદાન-પ્રદાન: સંશોધન અને શિક્ષણને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંયુક્ત પરિસંવાદો, પરિષદો અને કાર્યશાળાઓનું આયોજન કરવું. પ્રાયોજિત સંશોધનઃ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પો અને પ્રાયોજિત સંશોધન તકો માટેની દરખાસ્તોને સુપરત કરવા જોડાણ કરવું. હસ્તાક્ષર સમારોહ દરમિયાન નાઇપર અમદાવાદના નિયામક પ્રો. શૈલેન્દ્ર સરાફે નવીન હેલ્થકેર સોલ્યુશન્સ તૈયાર કરવા આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનને સંકલિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આઈ.ટી.આર.એ. જામનગરના ઈન્ચાર્જ નિયામક પ્રો.બી.જે.પટગિરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભાગીદારી આયુર્વેદિક પદ્ધતિઓ અને ફોર્મ્યુલેશનના માનકીકરણ, માન્યતા અને ક્લિનિકલ સંશોધનમાં પ્રગતિનો માર્ગ મોકળો કરશે. તેમની મુલાકાત દરમિયાન, નાઇપરના પ્રતિનિધિઓએ ડબ્લ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (જીટીએમસી) ની મુલાકાત લીધી હતી અને તેના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડટેબલ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં દવાઓની માન્યતા અને માનકીકરણને વધારવા માટે ભાવિ સહયોગ માટેની તકોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં પુરાવા આધારિત પદ્ધતિઓને સંકલિત કરવા અને નવીન હેલ્થકેર સોલ્યુશન્સ વિકસાવવા માટે આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓને દૂર કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
Read More »નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો
ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને …
Read More »
Matribhumi Samachar Gujarati