Friday, January 09 2026 | 02:23:47 AM
Breaking News

Tag Archives: Veer Bal Diwas

દિલ્હીમાં વીર બાળ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહકાર્યકરો અન્નપૂર્ણા દેવી, સાવિત્રી ઠાકુર, રવનીત સિંહ, હર્ષ મલ્હોત્રા, દિલ્હી સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો, દેશના ખૂણેખૂણેથી અહીં ઉપસ્થિત તમામ મહેમાનો અને વહાલા બાળકો! આજે દેશ ‘વીર બાળ દિવસ’ ઉજવે છે. હમણાં જ વંદે માતરમની ખૂબ સુંદર રજૂઆત થઈ, અને તમારી મહેનત દેખાય છે. સાથીઓ, આજે આપણે એ વીર સાહિબઝાદાઓને યાદ કરી રહ્યા છીએ, જે આપણા ભારતનું ગૌરવ છે. તેઓ ભારતની અદમ્ય સાહસિકતા, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા હતા. એ વીર સાહિબઝાદાઓએ ઉંમર અને અવસ્થાની સીમાઓ વટાવી, ક્રૂર મુઘલ સલ્તનત સામે ખડક જેવા અડગ રહ્યા, અને જેનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકનું અસ્તિત્વ જ હચમચી ગયું. જે રાષ્ટ્ર પાસે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોય અને યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળે, તે રાષ્ટ્ર કંઈ પણ કરી શકે છે. સાથીઓ, જ્યારે પણ 26 ડિસેમ્બરનો આ દિવસ આવે છે, ત્યારે મને એ સંતોષ થાય છે કે આપણી સરકારે સાહિબઝાદાઓની વીરતાથી પ્રેરિત વીર બાળ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષોમાં વીર બાળ દિવસની નવી પરંપરાએ સાહિબઝાદાઓની પ્રેરણાઓને નવી પેઢી સુધી પહોંચાડી છે. વીર બાળ દિવસે …

Read More »

વીર બાળ દિવસ નિમિત્તે પીએમના સંબોધનનો મૂળપાઠ

ભારત માતા કી જય! ભારત માતા કી જય! કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્નપૂર્ણા દેવીજી, સાવિત્રી ઠાકુરજી, સુકાંત મજમુદારજી, અન્ય મહાનુભાવો, દેશના ખૂણે ખૂણેથી અહીં આવેલા તમામ મહેમાનો અને તમામ પ્રિય બાળકો. આજે આપણે ત્રીજા ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમનો હિસ્સો બની રહ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા અમારી સરકારે વીર સાહિબઝાદાઓના બલિદાનની અમર સ્મૃતિમાં વીર બાળ દિવસ …

Read More »

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય …

Read More »