પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે”. તેમણે યાદ કર્યું કે 2022 માં, પ્રથમ પરંપરાગત ચિકિત્સા સમિટ દરમિયાન, વિશ્વએ ખૂબ જ વિશ્વાસ સાથે ભારતને આ જવાબદારી સોંપી હતી. શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે તે …
Read More »નવી દિલ્હીમાં આજે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટનો પ્રારંભ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં પરંપરાગત ચિકિત્સા પરની બીજી WHO ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું. WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે પણ એક વિશેષ વીડિયો સંદેશ શેર કર્યો હતો. આ ત્રણ દિવસીય (17 થી 19 ડિસેમ્બર 2025) વૈજ્ઞાનિક સંમેલનના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા છે. “સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને પ્રેક્ટિસ” થીમ પર આધારિત આ સમિટનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે વીડિયો સંદેશમાં ભારતના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્ય માત્ર ટેકનોલોજી અને સારવાર વિશે નથી, પરંતુ સંતુલન અને માનવતાના સહિયારા જ્ઞાન વિશે પણ છે. તેમણે નોંધ્યું કે WHO એ ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025-2034’ અપનાવી છે, જે પુરાવા આધારિત નિર્ણયો અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીમાં પરંપરાગત …
Read More »ભારત નવી દિલ્હીમાં પરંપરાગત દવાઓ પર બીજી WHO ગ્લોબલ સમિટનું સહ-આયોજન કરશે
ભારત, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સહયોગથી, 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીમાં પરંપરાગત દવાઓ પર બીજી WHO ગ્લોબલ સમિટનું સહ-આયોજન કરશે. આ સમિટમાં વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, સંશોધકો અને નિષ્ણાતો એકસાથે આવશે, જેઓ પરંપરાગત દવામાં નવીનતા, પુરાવા-આધારિત પ્રથા અને ભવિષ્યની વ્યૂહરચનાઓ પર વિચારણા કરશે. આયુષ મંત્રાલયે 8મી ડિસેમ્બર 2025ના રોજ એક કર્ટેન રેઝર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેની અધ્યક્ષતા આદરણીય કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાદવે કરી હતી. તેમના સંબોધનમાં, મંત્રીએ પરંપરાગત …
Read More »
Matribhumi Samachar Gujarati