शुक्रवार, नवंबर 15 2024 | 11:20:09 AM
Breaking News
Home / Tag Archives: substance abuse

Tag Archives: substance abuse

નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું

આજ રોજ ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત જિલ્લા યુવા અઘિકારી કાર્યાલય, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા મેરા યુવા ભારત (માયભારત)ના નેજા હેઠળ પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવા ના સભાગાર ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન માટે સમર્પિત નશાબંધી મંડળ, ગુજરાતના વિશેષ સહયોગથી થયું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી મંડળ રાજ્ય સ્તરીય સંયોજન સમિતિના રાજ્ય સંયોજક તન્મય ચેટર્જી દ્વારા પોતાના વિશેષ વ્યાખ્યાનમાં ડ્રગ અને પદાર્થ દુરુપયોગ વ્યસન કે લત લાગવાના કારણો, તેનો ઉદ્ભવ અને તેના નિવારણ અંગે વિસ્તારે સમજૂતી આપી, ત્યાંજ તેમની કચેરીના દસ્તાવેજીકરણ અધિકારી પ્રિયાંક સોલંકીએ પણ AV માધ્યમથી વિષય અનુરૂપ પ્રસ્તુતિ આપી. સાથે જ આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત યુવક વિકાસ ટ્રસ્ટના વિક્રમસિંહ રાઠોડ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘના વિમળાબેન મકવાણા દ્વારા પણ વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પ્રતિભાગી યુવાનોને વિષે અનુરૂપ પ્રેક્ટિકલ માહિતી આપી તેઓનું જ્ઞાન વર્ધન કર્યું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા યુવા અધિકારી દ્વારા ભગવાન બિરસા મુંડા જયંતીને અનુલક્ષીને જન જાતીય જાગરૂકતા દિવસ અંગે પણ પ્રતિભાગી યુવાનોને આ રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા દિવસ વિષે વિસ્તારે માહિતી આપી, તેઓને શ્રી બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવા માટે પણ પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં આયોજક અને અતિથિગણ તથા પ્રતિભાગિયો દ્વારા ટ્રસ્ટ પાંગણમાં ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી, અન્ય લોકો અને યુવાનોને પણ મોટા પાયે જોડવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં પ્રતિભાગી યુવાનો માટે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડૉ. ગોપાલ લકુમે વિશેષરૂપે હાજર રહી યુવાનોનું માર્ગદર્શન કરેલ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read More »