शुक्रवार, नवंबर 22 2024 | 06:19:11 PM
Breaking News
Home / Choose Language / gujarati / વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો યોજાઈ

વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો યોજાઈ

Follow us on:

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શ્રેણીમાં, બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના અનેક સ્થળોએ શિબિર યોજાઈ જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં યોજાઈ. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ મનકોટિયાએ 08.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ બરોડા અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે.

વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારત એનસીએક્સ 2024નું સત્તાવાર ઉદ્ઘાટન: સમગ્ર ભારતમાં સાયબર સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવી

ભારત રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત (ભારત એનસીએક્સ 2024), ભારતની સાયબર સુરક્ષા  સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ …