शुक्रवार, नवंबर 22 2024 | 04:40:55 AM
Breaking News
Home / Choose Language / gujarati / કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું – સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું – સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

Follow us on:

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી છે. એક વિશિષ્ટ સૈન્ય ટુકડી તરીકે તૈયાર કરવામાં આવનારી મહિલા બટાલિયન, દેશના મહત્ત્વના માળખાને સુરક્ષિત કરવાની જવાબદારી લેશે, જેમ કે એરપોર્ટ અને મેટ્રો રેલ, અને કમાન્ડોના રૂપમાં VIP સુરક્ષા પૂરી પાડવી. આ નિર્ણય ચોક્કસપણે વધુ મહિલાઓની રાષ્ટ્રની સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવાની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં દેશની સેવા કરવા ઇચ્છતી મહિલાઓ માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ પસંદગીનો વિકલ્પ છે. હાલમાં દળમાં મહિલાઓની સંખ્યા 7%થી વધુ છે. મહિલા બટાલિયનના ઉમેરા સાથે, દેશની વધુ મહત્વાકાંક્ષી યુવતીઓને CISFમાં જોડાવા અને દેશની સેવા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી CISFમાં મહિલાઓને નવી ઓળખ મળશે.

CISF મુખ્યાલયે નવી બટાલિયનના મુખ્યાલય માટે વહેલી ભરતી, તાલીમ અને સ્થાનની પસંદગી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તાલીમ ખાસ કરીને એક ઉત્કૃષ્ટ બટાલિયન બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે જેથી મહિલા બટાલિયનના કર્મચારીઓને VIP સુરક્ષા ઉપરાંત એરપોર્ટ, દિલ્હી મેટ્રો રેલ ડ્યુટીની સુરક્ષામાં કમાન્ડો તરીકે બહુપક્ષીય ભૂમિકાઓ નિભાવવામાં સક્ષમ બનાવી શકાય.

53મા CISF દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નિર્દેશ બાદ ફોર્સમાં મહિલા બટાલિયન બનાવવાની દરખાસ્ત પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL)માં “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મીટીરોઈડ, મીટીયોર, મીટીયોરાઈટ: મેસેન્જર્સ ફ્રોમ સ્પેસ (MetMess-2024)”નું ઉદ્ઘાટન થયું

અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા ખાતે 20 નવેમ્બર, 2024ના રોજ ત્રણ દિવસીય “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મીટીરોઈડ, મીટીયોર, મીટીયોરાઈટ: મેસેન્જર્સ ફ્રોમ સ્પેસ …