गुरुवार, दिसंबर 19 2024 | 02:06:34 PM
Breaking News
Home / अन्य समाचार / નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી

નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી

Follow us on:

CBl કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે બી.એસ. સૂર્યપ્રકાશ, MMTC, RO, અમદાવાદના તત્કાલીન જનરલ મેનેજર (GM) અને  સુરેશ ગઢેચા, M/s આર્યાવર્ત ઈમ્પેક્સ પ્રા. લિ.ના તત્કાલીન નિયામક સહિત બે આરોપીઓને સજા ફટકારી છે.

આરોપી તત્કાલીન જનરલ મેનેજરને ગુનાહિત કાવતરું, મિલકતની અપ્રમાણિક ખોટી ફાળવણી, જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ, કિંમત સિક્યુરિટીના  બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુના બદલ રૂ. 1.25 લાખનો દંડ અને 03 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. અન્ય આરોપી, ખાનગી કંપનીના તત્કાલીન નિયામકને ગુનાહિત કાવતરું અને મિલકતના અપ્રમાણિક ખોટા વિનિયોગના ગુના બદલ 02 વર્ષની કેદની સજા સાથે રૂ. 1 લાખના દંડની સજા ફટકારવામાં આવી હતી.

સીબીઆઈએ 26.04.2007ના રોજ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધ્યો હતો કે માર્ચ-એપ્રિલ 2006ના સમયગાળા દરમિયાન, આરોપી બી.એસ. સૂર્યપ્રકાશ, બુલિયન ડીલર અને સહ-આરોપી  સુરેશ ગઢેચા (ખાનગી વ્યક્તિ)એ સાથે મળીને અપ્રમાણિકપણે અને કપટથી MMTCના લેટર હેડ પર ‘નોન-રનિંગ’ ચલણ બુક અને ડિલિવરી ઓર્ડરમાંથી અનેક વખત ડિલિવરી ચલણ જારી કર્યા હતા અને આયાત કરેલ ચાંદી/મિન્ટ સિલ્વર M/s. AIPL, અમદાવાદને કિંમત વસૂલ્યા વગર ડિલિવરી કરી હતી. આના પરિણામે એમએમટીસીને રૂ. 32.06 કરોડનું ખોટું નુકસાન થયું હતું અને આરોપીઓને સંયુક્ત રીતે અને અલગ-અલગ રીતે અનુરૂપ નફો થયો હતો.

તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈ દ્વારા 01.01.2009ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ટ્રાયલ બાદ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તે મુજબ સજા ફટકારી હતી.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …