रविवार, दिसंबर 22 2024 | 06:18:02 PM
Breaking News
Home / अन्य समाचार / કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયનાં મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ 24 ઓક્ટોબર, 2024નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં “ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી”નો શુભારંભ કરશે

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયનાં મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ 24 ઓક્ટોબર, 2024નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં “ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી”નો શુભારંભ કરશે

Follow us on:

પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) ભારતીય હવામાન વિભાગ (આઇએમડી), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ)ના સહયોગથી, 24 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ગ્રામ પંચાયતોને 5 દિવસની દૈનિક હવામાન આગાહી અને કલાકદીઠ પૂર્વાનુમાનની ચકાસણીની સુવિધા પ્રદાન કરવા માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે – ગ્રામ પંચાયત-સ્તરની હવામાન આગાહી. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને ગ્રાઉન્ડ લેવલે આપત્તિની સજ્જતામાં વધારો કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલી આ પહેલથી દેશભરના ખેડૂતો અને ગ્રામજનોને સીધો લાભ થશે. સરકારનાં 100 દિવસનાં એજન્ડાનાં ભાગરૂપે આ પહેલ પાયાનાં સ્તરે શાસનને મજબૂત કરે છે અને સ્થાયી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે, જે ગ્રામીણ વસતિને આબોહવાને વધારે અનુકૂળ બનાવે છે અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા વધારે સજ્જ બનાવે છે.

આ પ્રથમ વખત છે જ્યારે સ્થાનિક હવામાનની આગાહીઓ ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે, જેને આઇએમડીના વિસ્તૃત સેન્સર કવરેજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આ આગાહીનો પ્રસાર મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ -ગ્રામ સ્વરાજ મારફતે કરવામાં આવશે, જે કાર્યક્ષમ શાસન, પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સંસાધન વ્યવસ્થાપનને સક્ષમ બનાવે છે, મેરી પંચાયત એપ્લિકેશન, જે નાગરિકોને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરવાની અને મુદ્દાઓની જાણ કરવાની મંજૂરી આપીને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપે છે; અને ગ્રામ મંચિત્રા, એક સ્થાનિક આયોજન સાધન છે જે વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભૂ-સ્થાનિક સમજ પૂરી પાડે છે.

આ લોકાર્પણ  સમારંભમાં  પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાનના રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)  શ્રી (ડૉ.) જિતેન્દ્ર સિંહ, પંચાયતી રાજનાં રાજ્ય મંત્રી શ્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલપંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી દેવેશ ચતુર્વેદી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ. રવિચંદ્રનભારતીય હવામાન વિભાગના ડીજી ડો. મૃત્યુંજય મહાપાત્રા,   પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આલોક પ્રેમ નગર અને પંચાયતી રાજકૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને અન્ય મુખ્ય હિતધારકોનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ અગ્રણી પહેલનો શુભારંભ કરવા માટે “ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી” વિષય પર એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપમાં 200થી વધુ સહભાગીઓ ભાગ લેશે, જેમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્ય પંચાયતી રાજ અધિકારીઓ સામેલ છે. આ તાલીમ સત્ર પંચાયત પ્રતિનિધિઓ અને અધિકારીઓને જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરશે, જેથી તેઓ તળિયાના સ્તરે હવામાનની આગાહી કરતા સાધનો અને સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે, જેથી તેઓ સુમાહિતગાર નિર્ણયો લઈ શકે અને તેમના સમુદાયોમાં આબોહવામાં સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકે.

આ પ્રયાસ સરકારના 100 દિવસના એજન્ડાનો મુખ્ય ઘટક છે, જે સ્થાનિક-સ્તરના શાસનને વેગ આપવા અને આબોહવા-સ્થિતિસ્થાપક ગામોની ખેતી તરફની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેમ જેમ હવામાનની પેટર્ન વધુને વધુ અણધારી બની રહી છે, તેમ તેમ ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહીની રજૂઆત કૃષિ આજીવિકાની સુરક્ષા અને કુદરતી આફતો સામે ગ્રામીણ સજ્જતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરશે. ગ્રામ પંચાયતોને તાપમાન, વરસાદ, પવનની ગતિ અને વાદળોના આવરણ વિશે દૈનિક અપડેટ્સ પ્રાપ્ત થશે, જે તેમને ખેતીમાં વાવણી, સિંચાઈ અને લણણીના આયોજન જેવા નિર્ણાયક નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. આ સાધનો આપત્તિ સજ્જતા અને માળખાગત આયોજનને પણ મજબૂત બનાવશે. તદુપરાંત, ચક્રવાત અને ભારે વરસાદ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ, જીવન, પાક અને સંપત્તિની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં સુનિશ્ચિત કરવા માટે પંચાયતના પ્રતિનિધિઓને એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. આ પ્રયાસ તળિયાના સ્તરે આબોહવા-સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણ તરફનું એક પરિવર્તનકારી પગલું છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …