मंगलवार, नवंबर 05 2024 | 08:26:12 PM
Breaking News
Home / Choose Language / gujarati / સીબીઆઈસીના સભ્ય (કસ્ટમ્સ) શ્રી સુરજીત ભુજબળ સીજીએસટી અને કસ્ટમ્સ ઝોન પૂણે દ્વારા આયોજિત ‘જેન્ડર ઇન્ક્લુસિવિટી ઇન કસ્ટમ્સ સપ્લાય ચેઇન’ વિષય પરના સેમિનારમાં ભાગ લીધો

સીબીઆઈસીના સભ્ય (કસ્ટમ્સ) શ્રી સુરજીત ભુજબળ સીજીએસટી અને કસ્ટમ્સ ઝોન પૂણે દ્વારા આયોજિત ‘જેન્ડર ઇન્ક્લુસિવિટી ઇન કસ્ટમ્સ સપ્લાય ચેઇન’ વિષય પરના સેમિનારમાં ભાગ લીધો

Follow us on:

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય (કસ્ટમ્સ) શ્રી સુરજિત ભુજબળે ગઈકાલે સીજીએસટી અને કસ્ટમ્સ ઝોન પૂણે દ્વારા આયોજિત ‘જેન્ડર ઇન્ક્લુઝનિવિટી ઇન કસ્ટમ્સ સપ્લાય ચેઇન’ વિષય પર સેમિનાર દરમિયાન અધ્યક્ષતા કરી હતી અને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

શ્રી ભુજબળે પોતાનાં સંબોધનમાં લિંગ સર્વસમાવેશકતા પર ભાર મૂક્યો હતો, જેનો ઉદ્દેશ લિંગ સમાનતાનું મહત્ત્વપૂર્ણ ચિહ્ન છે, જેનો ઉદ્દેશ લિંગ પૂર્વગ્રહને ઘટાડવાનો છે તથા સર્વસમાવેશક વિકાસ માટે મહિલા ઉદ્યોગસાહસિકોનાં સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો તથા એવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો, જેમાં તમામ જાતિઓનાં લોકો મૂલ્યવાન અને સન્માનની લાગણી અનુભવે.

આ પ્રસંગે પૂણે કસ્ટમ ઝોનનાં મુખ્ય કમિશનર શ્રી મયંક કુમાર, સંયુક્ત સચિવ (કસ્ટમ્સ) શ્રી અનુપમ પ્રકાશે તથા પૂણે ઝોનલ યુનિટના એડીજી, ડીજીજીઆઈ શ્રીમતી વૃંદાબા ગોહિલે પણ સંબોધન કર્યું હતું. અન્ય પ્રમુખ વક્તાઓમાં એમસીસીઆઈએના ડિરેક્ટર સુશ્રી ઋજુતા જગતાપનો, એફએફએફએઆઈના મહિલા વિંગ હેડ સુશ્રી ચૈતાલી મહેતા તથા કે.એસ.એચ. ગ્રુપના એચ.આર.હેડ શ્રી ખનક ઝા સામેલ હતા.

પૂણે ઝોનનાં ચીફ કમિશનર શ્રી મયંક કુમારે પોતાનાં સંબોધનમાં એક એનજીઓ દ્વારા પોલીસ દળમાં મહિલાઓ, 25થી 35 વર્ષની વયજૂથની મહિલા કર્મચારીઓનાં ઘટાડા તથા મહિલાઓની ભાવનાત્મક, શારીરિક અને નાણાકીય સમસ્યાઓ પરનાં અભ્યાસને વહેંચ્યો હતો.

આ પ્રસંગે પોતાનાં સંબોધનમાં શ્રી અનુપમ પ્રકાશે જાતિગત સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ખાસ કરીને સીબીઆઇસી દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો વિશે જાણકારી આપી હતી.

શ્રીમતી વૃંદાબા ગોહિલે પોતાનાં સંબોધનમાં કસ્ટમનાં પોતાનાં અવલોકનો અને અનુભવો વહેંચતાં કાર્યસ્થળ પર મહિલાઓને પડતી ચાર મુખ્ય સમસ્યાઓ અને સીબીઆઇસી દ્વારા લિંગ સર્વસમાવેશકતા માટે હાથ ધરવામાં આવેલી પહેલોની ચર્ચા કરી હતી.

શ્રીમતી ઋજુતા જગતાપે તેમની યાત્રા અને અનુભવ અને ઉત્પાદન ક્ષેત્રમાં લિંગ સમાવેશ માટે લેવામાં આવેલા પ્રયત્નોને શેર કર્યા.

સુશ્રી ચૈતાલી મહેતાએ પોતાનાં સંબોધનમાં મહિલાઓને લીડરશિપ પોઝિશન પર રાખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી પર ભાર મૂક્યો હતો, જે કસ્ટમ્સ સપ્લાય ચેઇનનો મોટો ભાગ છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં સુશ્રી ખનક ઝાએ કેએસએચ ગ્રૂપ દ્વારા લિંગ સર્વસમાવેશકતા માટે હાથ ધરવામાં આવેલી તમામ પહેલોની અને મહિલાઓની ભાવનાત્મક, શારીરિક અને નાણાકીય સુખાકારી પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાની તમામ પહેલની ઝલક આપી હતી.

સેમિનારનું સંકલન પૂણેના કસ્ટમ કમિશનર શ્રી યશોધન વાનેગેએ કર્યું હતું.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

“દિવાલી વિથ માયભારત અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું માયભારત અમદાવાદ ટીમ દ્વારા જિલ્લા સ્તરે સફળ આયોજન કરાયું

યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય, ભારત સરકારના તાબા હેઠળ વિગત વર્ષના ઓક્ટોબર માહમાં પ્રધાનમંત્રી શ્રી …