शुक्रवार, नवंबर 22 2024 | 03:09:02 PM
Breaking News
Home / Choose Language / gujarati / કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

Follow us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા છે. એચએલસીમાં નાણાં મંત્રી, કૃષિ મંત્રી અને ઉપાધ્યક્ષ નીતિ આયોગનાં સભ્ય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આપત્તિ પ્રતિકારક ભારતનાં વિઝનને સાકાર કરવા ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે દેશમાં આપત્તિઓનું અસરકારક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરી છે. ભારતમાં આપત્તિ જોખમ ઘટાડવાની પ્રણાલીને મજબૂત બનાવીને આપત્તિઓ દરમિયાન જાનમાલને વ્યાપક નુકસાન થતું અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) હેઠળ કુલ રૂ. 5000 કરોડની ફાળવણી કરી છે. કુલ રૂ. 2542.12 કરોડના ખર્ચે 15 રાજ્યોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષ દરમિયાન રાજ્યોને રૂ. 21,026 કરોડથી વધારે રકમ રીલિઝ કરવામાં આવી છે. તેમાં 26 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી રૂ. 14,878.40 કરોડ, 15 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી રૂ. 4,637.66 કરોડ, 11 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 1,385.45 કરોડ અને 03 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એનડીએમએફ)માંથી રૂ. 124.93 કરોડનો સમાવેશ થાય છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારત એનસીએક્સ 2024નું સત્તાવાર ઉદ્ઘાટન: સમગ્ર ભારતમાં સાયબર સંરક્ષણ અને વ્યૂહાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત કરવી

ભારત રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત (ભારત એનસીએક્સ 2024), ભારતની સાયબર સુરક્ષા  સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ …