सोमवार, दिसंबर 22 2025 | 12:04:39 AM
Breaking News
Home / अन्य समाचार / ભારતના રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસામાં એક જાહેર સમારોહને સંબોધિત કર્યો

ભારતના રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસામાં એક જાહેર સમારોહને સંબોધિત કર્યો

Follow us on:

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(13 નવેમ્બર, 2024) સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર, ઝંડા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસાસા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ખાતે જાહેર સમારોહને સંબોધિત કર્યો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PresidentPic131120241H5FN.JPG

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લોકો દ્વારા તેમનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે હંમેશા તેમની યાદમાં કંડારાયેલું રહેશે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે આ કેન્દ્રશાસિત પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ઝંડા ચોક શાળાનું ઉદ્ઘાટન કરીને ખુશ છે. તેમણે નોંધ્યું કે UT વહીવટીતંત્રએ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવા માટે 2018માં સરકારી એન્જિનિયરિંગ કૉલેજ શરૂ કરવામાં આવી હતી અને 2022માં NIFTની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રયાસો કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનો માટે એક મોટી તક પૂરી પાડશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PresidentPic1311202423GNK.JPG

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રદેશ સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો ધરાવે છે. આ કારણે દાદરા, નગર હવેલી, દમણ અને દીવ સારા પર્યટન સ્થળો છે. પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી મેળવીને તેઓએ ખુશાલી અનુભવી હતી. તેમણે કહ્યું કે પ્રવાસન ક્ષેત્રે વિસ્તરણ રોજગારની નવી તકોનું સર્જન કરે છે. વિવિધ પ્રદેશોના લોકોને મળવાથી આપણે વધુ ઉદાર અને સંવેદનશીલ બનીએ છીએ.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

गीता के शब्द व्यक्तियों के मार्गदर्शन के साथ ही राष्ट्र की नीतियों की दिशा भी निर्धारित करते हैं : नरेन्‍द्र मोदी

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज कर्नाटक के उडुपी स्थित श्री कृष्ण मठ में लक्ष …