मंगलवार, नवंबर 19 2024 | 10:04:51 AM
Breaking News
Home / Choose Language / gujarati / છ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા

છ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના ઓળખપત્રો રજૂ કર્યા

Follow us on:

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(18 નવેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સ્વિટ્ઝર્લેન્ડ, જોર્ડન, પાપુઆ ન્યુ ગિની, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર અને ઇજિપ્તના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા. પોતાના ઓળખપત્રો રજૂ કરનાર લોકોઃ

1. માનનીય શ્રીમતી માયા ટિસફી, સ્વિટ્ઝર્લેન્ડના રાજદૂત

2. માનનીય શ્રી યુસુફ મુસ્તફા અલી અબ્દેલ ગની, જોર્ડનના હાશમાઇટ કિંગડમના રાજદૂત

3. માનનીય શ્રી વિન્સેન્ટ સુમાલે, પાપુઆ ન્યુ ગિનીના હાઈ કમિશનર

4. માનનીય પ્રોફેસર અનિલ સૂકલાલ, રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના હાઈ કમિશનર

5. માનનીય શ્રી ઝૉ ઉ, રિપબ્લિક ઓફ યુનિયન ઓફ મ્યાનમારના રાજદૂત

6. માનનીય શ્રી કામેલ ઝાયદ કામેલ ગલાલ, આરબ રિપબ્લિક ઓફ ઇજિપ્તના રાજદૂત

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

“ફિલાવિસ્ટા-2024”: ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરશે

ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે આજે ઘોષણા કરી છે કે, જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નું આયોજન દાંડી કુંટિર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે માનનીય ભારતીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રિત કરે છે, જ્યાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે અને દરેક વયના મુલાકાતીઓને રસપ્રદ તથા સમૃદ્ધ અનુભવ આપશે. વિશેષમાં, માતા-પિતાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને આ પ્રદર્શનમાં લઈને આવે, કારણ કે તે તેમને સ્ટેમ્પ્સ એકત્રિત કરવાની ફળદાયી હોબી સાથે પરિચય કરાવવાનું ઉત્તમ મંચ છે. આ કાર્યક્રમ ફિલેટેલી પ્રત્યે પ્રેમ જગાવતો છે અને સાથે સાથે તે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સમન્વય પ્રદર્શિત કરે છે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે. વધુ લોકો સુધી પહોંચવા માટે, “ફિલાવિસ્ટા-2024”ની અપડેટ્સ અને મુખ્ય ઝલકો નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે. આ માટે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે: philavista_gnr2024 અને ટ્વિટર (X) હેન્ડલ છે: @Philavista_gnr ફોલો કરો.