गुरुवार, नवंबर 21 2024 | 10:57:15 PM
Breaking News
Home / Choose Language / gujarati (page 4)

gujarati

gujarati

નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

હું નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના …

Read More »

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 200 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સિદ્ધિના સન્માનમાં સુદર્શન પટનાયકની સેન્ડ આર્ટ શેર કરી

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઓડિશા સ્થિત પુરીના દરિયા કિનારે પ્રખ્યાત રેતી કલાકાર શ્રી સુદર્શન પટ્ટનાયકની આર્ટવર્ક શેર કરી છે. કેન્દ્રીય મંત્રી જોશીએ X પર પોસ્ટ કર્યું ” પુનઃપ્રાપ્ય ઉર્જામાં 200 ગીગાવોટના માઇલસ્ટોનને પાર કરવાની ભારતની નોંધપાત્ર સિદ્ધિને માન આપીને! @sudarsansand #RenewablesPeChintan #REChintanShivir “ ભારતના પ્રધાનમંત્રી શ્રી …

Read More »

ડૉ. માંડવિયાએ 72મા સ્થાપના દિવસ પર સામાજિક સુરક્ષાને મજબૂત કરવામાં ઇપીએફઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના 72મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી, જેમાં નવી દિલ્હીના ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભવ્ય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું હતું. સુશ્રી સુમિતા દાવરા, સચિવ, શ્રમ અને રોજગાર; શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ, સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (સીપીએફસી) અને ઈએસઆઈસીના મહાનિદેશક શ્રી અશોકકુમાર સિંહ અને …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ કરવા અને 700 કિલોથી વધારે પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન જપ્ત કરવા બદલ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ કરવા અને 700 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન જપ્ત કરવા બદલ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નશીલા દ્રવ્યો મુક્ત ભારતનાં વિઝનને અનુસરતાં અમારી …

Read More »

16-30 નવેમ્બર 2024 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયું: સ્વચ્છતા, જાગૃતતા અને સમુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગનું સ્વચ્છતા અભિયાન 16-30 નવેમ્બર,2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા સાથે સમાપ્ત થશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 2017 થી ભારતીય ડાક વિભાગમાં સ્વચ્છતા પખવાડા ખૂબ જ પ્રતિબદ્ધતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર,અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે,સ્વચ્છ ભારત મિશન એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે,જે અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દરમિયાન સમગ્ર દેશમાં અને સમાજમાં “સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા” થીમ અપનાવવામાં આવી છે. આ થીમ હેઠળ,ભારતીય ડાક વિભાગ સ્વચ્છતા પખવાડા દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા,તમામ નાગરિકોને સ્વચ્છતાની જવાબદારી સમજવા અને સ્વચ્છતાની ટેવને સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સ્વચ્છતા પખવાડા એ ભારતીય ડાક વિભાગ માટે સ્વચ્છતાને વધુ સારી રીતે અપનાવવાની અને પોસ્ટ ઓફિસો તથા નાગરિક સમુદાયોમાં સેવાની ગુણવત્તા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની તક છે. ભારત સરકારના મુખ્ય વિભાગ તરીકે,દરેક દિવસ માટે એક યોજના બનાવવામાં આવી છે,જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસો અને રેલવે ડાક સેવા કાર્યાલયો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા સમારોહ,’એક પેડ માં કે નામ’અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ,પ્રભાત ફેરીઓ જેવી ખાસ પ્રવૃત્તિઓ તથા પત્રો પર સ્વચ્છતાના સંદેશ સાથેની ખાસ સ્ટેમ્પ લગાવામાં આવશે. સ્વચ્છતા અભિયાનના વિજેતાઓને ડિસેમ્બર 2024માં ગુડ ગવર્નન્સ વીક દરમિયાન સન્માનિત કરવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સુનિશ્ચિત પ્રવૃત્તિઓ ઉપરાંત,ભારતીય ડાક વિભાગ સ્વચ્છ ભારત મિશન, મિશન LiFE ના ઉદ્દેશ્યોને પ્રસારિત કરવા માટે અન્ય સંબંધિત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરશે, જે એક જવાબદાર રાષ્ટ્રીય સંસ્થા તરીકે ભારતીય ડાક વિભાગની છબીને મજબૂત કરશે. નોંધનીય છે કે ભારતીય ટપાલ વિભાગ દેશભરમાં તેના 1.65 લાખ પોસ્ટ ઓફિસ અને 4.5 લાખથી વધુ પોસ્ટલ કર્મચારીઓના નેટવર્ક દ્વારા સતત, સર્વગ્રાહી અને સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે.

Read More »

બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! હું ભગવાન બિરસા મુંડા કહીશ – તમે કહો, અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. ભગવાન બિરસા મુંડા – અમર રહે, અમર રહે. બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી …

Read More »

નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, ટેક્નોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો! આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. …

Read More »

સોનાના વાયદાના ભાવમાં રૂ.19ની નરમાઈઃ ચાંદીનો વાયદો રૂ.530 વધ્યોઃ ક્રૂડ તેલ રૂ.19 સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.2342.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારે ગુરૂ નાનક જયંતી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. એક્સચેન્જ પર સાંજે 5-00 વાગ્યાથી 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.14249.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં …

Read More »

નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરાયું

આજ રોજ ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત જિલ્લા યુવા અઘિકારી કાર્યાલય, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા મેરા યુવા ભારત (માયભારત)ના નેજા હેઠળ પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવા ના સભાગાર ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન માટે સમર્પિત નશાબંધી મંડળ, ગુજરાતના વિશેષ સહયોગથી થયું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી મંડળ રાજ્ય સ્તરીય સંયોજન સમિતિના રાજ્ય સંયોજક તન્મય ચેટર્જી દ્વારા પોતાના વિશેષ વ્યાખ્યાનમાં ડ્રગ અને પદાર્થ દુરુપયોગ વ્યસન કે લત લાગવાના કારણો, તેનો ઉદ્ભવ અને તેના નિવારણ અંગે વિસ્તારે સમજૂતી આપી, ત્યાંજ તેમની કચેરીના દસ્તાવેજીકરણ અધિકારી પ્રિયાંક સોલંકીએ પણ AV માધ્યમથી વિષય અનુરૂપ પ્રસ્તુતિ આપી. સાથે જ આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત યુવક વિકાસ ટ્રસ્ટના વિક્રમસિંહ રાઠોડ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘના વિમળાબેન મકવાણા દ્વારા પણ વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પ્રતિભાગી યુવાનોને વિષે અનુરૂપ પ્રેક્ટિકલ માહિતી આપી તેઓનું જ્ઞાન વર્ધન કર્યું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા યુવા અધિકારી દ્વારા ભગવાન બિરસા મુંડા જયંતીને અનુલક્ષીને જન જાતીય જાગરૂકતા દિવસ અંગે પણ પ્રતિભાગી યુવાનોને આ રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા દિવસ વિષે વિસ્તારે માહિતી આપી, તેઓને શ્રી બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવા માટે પણ પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં આયોજક અને અતિથિગણ તથા પ્રતિભાગિયો દ્વારા ટ્રસ્ટ પાંગણમાં ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી, અન્ય લોકો અને યુવાનોને પણ મોટા પાયે જોડવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં પ્રતિભાગી યુવાનો માટે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડૉ. ગોપાલ લકુમે વિશેષરૂપે હાજર રહી યુવાનોનું માર્ગદર્શન કરેલ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read More »

પશુપાલન અને ડેરી વિભાગ (ડીએએચડી) દ્વારા પશ્ચિમી ક્ષેત્ર માટે પ્રાદેશિક સમીક્ષા બેઠક

પશુપાલન અને ડેરી વિભાગ (ડીએએચડી)નાં સચિવ શ્રીમતી અલકા ઉપાધ્યાયે 13 નવેમ્બર, 2024નાં રોજ પશ્ચિમનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની નવી દિલ્હીમાં પ્રાદેશિક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને બિહાર સહિત પશ્ચિમી રાજ્યોના પશુપાલન અને ડેરી વિભાગના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો, નિદેશકો અને યોજના અધિકારીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને વિવિધ વિભાગીય કાર્યક્રમો અને યોજનાઓની …

Read More »