गुरुवार, नवंबर 21 2024 | 10:53:02 PM
Breaking News
Home / Choose Language / gujarati (page 5)

gujarati

gujarati

નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી

CBl કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે બી.એસ. સૂર્યપ્રકાશ, MMTC, RO, અમદાવાદના તત્કાલીન જનરલ મેનેજર (GM) અને  સુરેશ ગઢેચા, M/s આર્યાવર્ત ઈમ્પેક્સ પ્રા. લિ.ના તત્કાલીન નિયામક સહિત બે આરોપીઓને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જનરલ મેનેજરને ગુનાહિત કાવતરું, મિલકતની અપ્રમાણિક ખોટી ફાળવણી, જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ, કિંમત સિક્યુરિટીના  બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુના બદલ રૂ. 1.25 લાખનો …

Read More »

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી: ઉદ્યોગોને બેવડી મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ

ભારત સરકારે નવા ઉદ્યોગોની સ્થાપના માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC) અને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE)ના દ્વિ અનુમતિને દૂર કરવાની ઉદ્યોગોની લાંબા સમયની માંગણી સ્વીકારી છે. હવે, બિન-પ્રદૂષિત શ્વેત શ્રેણીના ઉદ્યોગોએ CTE અથવા કન્સેન્ટ ટુ ઑપરેટ (CTO) લેવાની જરૂર રહેશે નહીં. જે ઉદ્યોગોએ EC લીધું છે તેમને CTE લેવાની જરૂર રહેશે નહીં. આનાથી અનુમતિનું ભારણ ઘટશે એટલું જ નહીં, પરંતુ મંજૂરીઓનું ડુપ્લિકેશન …

Read More »

વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) અને ફ્લાઈટ સેફ્ટી સેમિનાર (FSS) – 2024

ફ્લાઇટ સેફ્ટી સેમિનાર (FSS) અને વર્ષ 2024 માટે વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) 12-13 નવેમ્બરના રોજ INS ડેગા, વિશાખાપટ્ટનમ ખાતે હેડક્વાર્ટર ઇસ્ટર્ન નેવલ કમાન્ડના નેજા હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇટ સેફ્ટી સેમિનારનો પ્રારંભ 12 નવેમ્બરે થયો હતો, જેમાં મુખ્ય અતિથિ, વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકર, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ …

Read More »

માહિતી અને સંચાર ટેકનોલોજી ક્રાંતિના યુગમાં, પોસ્ટ ઓફિસ તેની પરિવર્તનકારી છબી સાથે કરી રહી છે નવા પરિમાણોનું સર્જન – પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. ‘ડાકિયા ડાક લાયા’ થી ‘ડાકિયા બેંક લાયા’ સુધીની ‘અહર્નિશં સેવામહે’ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી ‘વોકલ ફૉર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી  ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને ‘ફાઇવ સ્ટાર વિલેજ’ પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાની, શ્રી કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Read More »

પ્રધાનમંત્રી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ સાંજે 6:30 વાગ્યે નવી દિલ્હીનાં એસએઆઈ ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. 15 અને 16 નવેમ્બરના રોજ બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર શાંતિ જાળવવા અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીના નિર્માણ માટે એક મેગા ઇવેન્ટ છે. તેનો ઉદ્દેશ …

Read More »

આઇએફએફઆઇ 2024માં ગોલ્ડન પીકોક માટે 15 ફિલ્મો સ્પર્ધામાં

55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં વિશ્વભરમાંથી શક્તિશાળી વાર્તા કથન દર્શાવતી 15 ફિલ્મો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક માટે સ્પર્ધા કરવા જઈ રહી છે. આ વર્ષની લાઇન-અપમાં 12 આંતરરાષ્ટ્રીય અને 3 ભારતીય ફિલ્મોનું સમૃદ્ધ મિશ્રણ છે, જે દરેકને તેના અનન્ય પરિપ્રેક્ષ્ય, અવાજ અને કલાત્મકતા માટે પસંદ કરવામાં આવી છે. વૈશ્વિક અને ભારતીય સિનેમાની શ્રેષ્ઠ રજૂઆત કરતી આ દરેક ફિલ્મ માનવીય મૂલ્યો, સંસ્કૃતિ અને વાર્તા …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું – સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની …

Read More »

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી કે પોલ 14મી નવેમ્બર 2024ના રોજ ભારત મંડપમ ખાતે 43મા IITF ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), ડૉ. વી કે પૉલ 14મી નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 43માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષનું પેવેલિયન ‘એક આરોગ્ય’ ની થીમ પર કેન્દ્રિત છે – એક વ્યાપક અભિગમ જે માનવ, પ્રાણી, …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ “કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોની રોકથામ” માટે માર્ગદર્શિકા જારી કરી

ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને કોચિંગ ક્ષેત્રે પારદર્શકતા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોના મુદ્દાને ઉકેલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. ‘કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અટકાવવા માટેની માર્ગદર્શિકા, 2024′નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને લોકોને કોચિંગ સેન્ટરો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં …

Read More »

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી …

Read More »